________________
ઉવસગ્ગહરં સ્તોત્રની ઉત્પત્તિ
૮૩
કે તેનું નિર્માણ તેમની પછી લાંબા અંતરે થયેલા અન્ય ભદ્રબાહુ સ્વામીએ જ કરેલું સંભવે છે અને વરાહમિહિરને સંબંધ જોતાં એ બીજા ભદ્રબાહુ સ્વામી ઈસ્વીસનના છઠ્ઠા સૈકામાં થયેલા હોવા જોઈએ, એવો નિશ્ચય થાય છે.
બીજા ભદ્રબાહુ સ્વામીને ઉલ્લેખ દિગમ્બર સાહિત્યમાં આવે છે. તિલેયપનત્તિમાં તેમનું બીજું નામ વાયશા જણાવેલું છે, ઉત્તરપુરાણ, હરિવંશપુરાણુ, સૂયખંધે વગેરેમાં તેમનું નામ યશેબાહુ જણાવેલું છે, કૃતાવનારમાં તેમનું નામ જ્યબાહુ જણાવેલું છે અને જિનસેનકૃત આદિપુરાણમાં તેમનું નામ મહાયશસ જણાવેલું છે. અહીં વિચાર વાનું એ છે કે ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચમી ગાથામાં આવતા માર શબ્દ તેમને સૂચક તે નહિ હોય!
થવણબેલ્ગોલે–ચંદ્રગિરિના લેખમાં એમ કહ્યું છે કે શ્રુતકેવલી આચાર્ય ભદ્રબાહુની પરંપરામાં થયેલા નિમિત્તવેદી બીજા ભદ્રબાહુએ બાર વર્ષને દુષ્કાળ પડતાં દક્ષિણમાં કર્ણાટક સુધી વિહાર લંબાવ્યો અને ત્યાં એક પહાડી પર ૭૦૦ શમણા સાથે અનશન લઈ મરણસમાધિ મેળવી. પિતે સંઘ સાથે વિહાર કરતાં આગળ વધતા હતા, ત્યારે તેમણે એક શિષ્યને અનશન કરવાની મનાઈ કરી રેકી રાખ્યું હતું. આ શિષ્યનું નામ “દક્ષિણવિહારી” હતું, ત્યાર પછી ત્યાં આચાર્ય ચંદ્રગિરિ પધાર્યા વગેરે.
તાત્પર્ય કે ઈસ્વીસનના છ સિકામાં એટલે કે વીર નિર્વાણ પછી અગિયારમી–બારમી સદીમાં બીજા ભદ્રબાહુ