________________
[ ૪ ]
મત્રશક્તિના સદુપયોગ
મંત્રની સાધના, આરાધના કે ઉપાસના દ્વારા વિશિષ્ટ શક્તિ ઉત્પન્ન થાય છે અને તે અમુક અમુક પ્રકારનું કા કરે છે. આ કાર્ય એટલુ ઝડપથી થાય છે કે તેની પણને લ્પના પણ આવી શકે નહિ. છતાં દૃષ્ટાંતથી કહેવું હાય તે એમ કહી શકીએ કે જેમ ઇલેક્ટ્રીક સ્વીચ દબાવીએ અને દીવા થાય છે, તેમ સિદ્ધમત્રના પાઠ કરીએ કે ધારેલું પરિણામ આવીને ઊભું રહે છે.
:
આવું તે કેમ બની શકે ?' એવા સંશય ઘણાના મનમાં ઉઠશે. અમને પણ પ્રથમ એવા સંશય ઊંચો હતા, પણ જેમ જેમ અમારી વય વધતી ગઈ અને મંત્રશક્તિના સાક્ષાત્ ચમત્કારો જોવામાં આવ્યા, તેમ તેમ અમારા મનનું સમાધાન થતું ગયું અને આજે એ આમતમાં અમારા મનમાં જરા પણ શંકા રહી નથી. આ અનુભવાના સાર અમે · મંત્રવિજ્ઞાન 'ના બીજા પ્રકરણમાં વિસ્તારથી જણાવ્યેા છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવા.