________________
જૈન ધર્મમાં મત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન
૧૩
જૈન સંઘમાં ચાલી રહેલી મત્રોપાસનામાં કોઇ હિંસક વિધાન કે અનુચિત ક્રિયાઓને સ્થાન નથી અને તેથી તે અન્ય કોઈ પણ મંત્રોપાસના કરતાં વધારે ઉપાદેય બનેલી છે.
આજે જૈન ધર્મીમાં ક્રિયાયેાગના અધિકારે જે જે પ્રવૃત્તિએ ચાલી રહી છે, જે જે અનુષ્ઠાના થઈ રહ્યાં છે, તેમાંની કોઈ પ્રવૃત્તિ કે કોઈ અનુષ્ઠાન એવું નથી કે જેમાં અમુક મત્રોને સ્થાન આપવામાં આવ્યું ન હોય. શ્રી સિદ્ધચક્ર પૂજન, શ્રી ઋષિમ’ડર્ટી પૂજન, શ્રી અર્હત્ મહાપૂજન આદિ પૂજન તે શુદ્ધ માંત્રિક અનુષ્ઠાના જ છે અને તે અતિ લાકપ્રિય બનેલાં છે.
આધુનિક કાળે જિનમંદિરમાં શ્રી જિનેશ્વર દેવની તથા અન્ય શાસનદેવતાઓની પ્રતિષ્ઠા થાય છે, તેમાં પણ મંત્રોની મુખ્યતા હાય છે અને એક સામાન્ય પૂજા ભણાવવી હાય તે પણ તેના અંતે એક ખાસ મંત્ર એલવામાં આવે છે. વળી નવસ્મરણની નિત્ય ગણુના પણ તેની મંત્રમયતાને જ આભારી છે.
આ રીતે જૈન ધમમાં અતિ પ્રાચીન કાળથી આજ સુધી મંત્રાપાસનાને મહત્ત્વનું સ્થાન અપાતું આવ્યું છે અને એ વસ્તુ આપણા લક્ષ્યમાં ખરાખર રાખવાની છે.
૯ નવસ્મરણને ક્રમ આ પ્રમાણે સમજવે : (૧) નમસ્કારમંત્ર, (૨) ઉવસગ્ગહરં સ્તેાત્ર, (૩) સ ંતિકર સ્તેાત્ર, (૪) તિજયપહુત્ત સ્તંત્ર, (૫) નમઊણુ સ્તોત્ર, (૬) અજિતશાન્તિ-સ્તવ, (૭) ભક્તામર સ્તેાત્ર, (૮) કલ્યાણમંદિર સ્તોત્ર અને (૯) બૃહાન્તિ (પાઠ).