________________
ન થયો. આમ છતાં સંયમદીક્ષા ગ્રહણ કરવા માટે તેમના પ્રયત્ન ચાલુ રહ્યા અને તે પંદર વર્ષની ઉમરે સફળ થયા. ભાગવતી દીક્ષા :
સં. ૧૯૮૭ની અક્ષય તૃતીયાના દિવસે કદંબગિરિ મુકામે પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય મુનિશ્રી ધર્મવિજયજી મહારાજે તેમને ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી યશોવિજયજી તરીકે પોતાના શિષ્ય જાહેર કર્યા. જેઠ વદ ૧૧ના દિવસે મહુવા મુકામે તેમની વડી દીક્ષા ખૂબ ધામધૂમથી થઈ શાસ્ત્રાભ્યાસ :
શ્રમણજીવનનો સ્વીકાર કર્યા પછી તેઓ પૂજ્ય ગુર્યોની નિશ્રામાં રહી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. તેમાં પ્રકરણો, વ્યાકરણ, કાવ્ય, કેપ, કર્મચંશે તથા આગમાદિ ગ્રંથનું સારી રીતે અધ્યયન કર્યું. વિશેષમાં તેઓ વિવિધ જિનસ્તવનોની રચના કરીને પોતાની નૈસર્ગિક પ્રતિભાનો પરિચય આપવા લાગ્યા. તેમણે રચેલાં આ સ્તવનોનો સંગ્રહ “સુયશ સ્તવનાવલી” તરીકે પ્રસિદ્ધ થયો હતો. અને ટૂંક સમયમાં જ આઠમી આવૃત્તિ સુધી પહોંચી ગયો હતો, જે તેની કપ્રિયતાનું પ્રબળ પ્રમાણ પૂરું પાડે છે. ગ્રંથસંપાદન :
તેમણે શાસ્ત્રાભ્યાસના વિશિષ્ટ ફળરૂપે “શ્રી બહત સંગ્રહસૂત્ર યાને શ્રી શૈલેયદીપિકાનું સંપાદનકાર્ય હાથ ધર્યું અને તે અંગે અનેક પ્રકારનાં મહત્ત્વપૂર્ણ ચિત્રો નિર્માણ કરી તેની ઉપયોગિતામાં અતિશય વૃદ્ધિ કરી. અહીં એ વસ્તુ પણ પ્રકટ કરવી જોઈએ કે મુનિશ્રીને સંગીત અને નૃત્ય પ્રત્યે જેવો પ્રેમ હતો, તેમજ પ્રેમ ચિત્રકલા પ્રત્યે પણ હતો અને તેમાં પણ ઘણી સારી પ્રગતિ કરી હતી. શ્રી બૃહત્ સંગ્રહણીનાં ૫૦ જેટલાં ચિત્રો તે તેમણે