________________
[ 1 ] મંગલ અને અભિધેય
“ ફ્રી વë શ્રી નાથાય નમઃ” આ પવિત્ર મંત્રનું શુદ્ધ ભાવે, ત્રણ વાર સ્મરણ કરીને, અમે આ કલ્યાણકારી ગ્રંથને આરંભ કરીએ છીએ. - મંગલાચરણ, કાવ્ય અર્થાત્ પદ્યમય કૃતિથી જ થાય એવું નથી. તે મંત્રસ્મરણથી પણ થઈ શકે છે. મૂળ વાત એટલી કે ગ્રંથરચનારૂપી શુભ કાર્યની શરૂઆતમાં ઈષ્ટદેવને નમસ્કાર કરે જોઈએ, જેથી શિષ્ટાચારનું પરિપાલન થાય અને મંગલની પ્રાપ્તિ થાય.
શિષ્ટાચાર એટલે શિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલે આચાર. તે બહુ સમજી-વિચારીને પ્રવર્તાવેલ હોય છે અને તેનું પરિપાલન કરવામાં જ આપણું હિત છે. વિશેષમાં જે શિષ્ટ પુરુષેએ પ્રવર્તાવેલા આચાર–માર્ગને અનુસરે છે, તે
માર્ગાનુસારી” બને છે અને તેને જ ભવસાગર તરવામાં ઉત્તમ પ્રહણ સમાન વીતરાગકથિત ધર્મની પ્રાપ્તિ થાય છે,
૧. વહાણ.