________________
ધમ-ધમ્મિલકુમાર પુત્ર ગુમાવી બેઠી. ચારિત્ર્ય ગુમાવ્યું અને નરકગતિ પામી. અરેરે ! હવે મારું શું થશે? આ નિર્જન પ્રદેશમાં કેણું બચાવશે? આમ રડતી-કકળતી-કપાત કરતી ચાર દિવસ બાંધેલી હાલતમાં રહી
નસીબ જોગે કેઈ સંઘ ઉજ્જયિની તરફ જઈ રહ્યો હતો તે ત્યાંથી નીકળે. તે બપોરના સમયે નજીકમાં જ મુકામ કર્યો. પાણી શેલતાં કેટલાક માણસો ત્યાં થઈને નીકળ્યાં. તેમણે વસુદત્તાને જોઈ અને દયા આવવાથી દેરડાં છોડીને છૂટી કરી. સાથે લાવીને સંઘપતિને સંપી.
સંઘપતિએ પૂછપરછ કરતાં બધી જ વિગત કહી સંભળાવી. સંઘપતિને દયા આવી. તેમણે નવાં સારાં કપડાં આપ્યાં અને ભૂખી હતી તેથી જમાડી અને શાંત્વન આપ્યું. તું અમને પોતાના માનજે. અમે તારા માતપિતા સમા છીએ. અમારી સાથે તને ઉજયિની લઈ જઈશું. માટે હવે ચિંતા કરવાની કઈ જરૂર નથી. ત્યારબાદ તે સૌની સાથે ચાલતી ચાલતી ઉજ્જયિની તરફ જવા લાગી.
રસ્તામાં સંઘની સાથે સુવતા નામના સાધ્વી મહારાજ અને તેમની ધણી શિષ્યાઓ હતી. એ સી જીવત વામને વંદન કરવા જતી હતી તેમની સાથે ગઈ. વસુદત્તાએ સાવીને વંદન કરી તેમનો પરિચય કેળવ્યું. તેમની પાસેથી ધર્મ સાંભળે.
આ સંસાર દુઃખથી ભરેલું જ છે. પૂર્વ જન્મના કર્મોને કારણે આ જન્મમાં પિતા-પુત્ર–માતા-પત્નિ રૂપે સૌ જન્મે છે. લેણદેણ પૂરી થતાં સૌ પિત પિતાના રસ્તે