________________
શીયળનું તેજ
ર૪૧ ત્યારબાદ બનેલી તમામ હકીક્ત સર્વ સભાજનો સમક્ષ કહી સંભળાવી અને તે કેવી યુક્તિ કરી પિતાના શીલની રક્ષા કરી તે પણ જણાવી. તે દરમ્યાન પિલા સમભૂતિ બ્રાહ્મણ ઘેર જઈને તેના પતિએ મોકલાવેલ પત્ર તથા આભુષાણે લાવી આપ્યા.
આમ આ આખા પ્રકરણમાં સર્વ પાપનું મૂળ સમભૂતિ બ્રાહ્મણ છે એમ સમજી રાજાએ તેને દેશનિકાલ કર્યો. શીલવતીનું ખૂબ જ સન્માન કર્યું અને વરઘોડે કાઢી વાજતે ગાજતે તેના ઘેર મેકલી.
ત્યારબાદ કેટલાક સમયે સમુદ્રદત્ત ઘણું દ્રવ્ય કમાઈને પાછો આવ્યા. ત્યારે નગરમાં અનેક માણસ પાસેથી તેની પત્નિ શીલવતીના વખાણ સાંભળ્યાં તે ખૂબજ આનંદ પામે.
હવે એક દિવસ એવું બન્યું કે શ્રીશીલ નામના એક મહાજ્ઞાની ગુરૂ ભગવંત ત્યાં પધાર્યા, દેવ, ઇંદ્ર અને રાજા મહારાજાએ તેમના વાહનમાં બેસીને દર્શન કરવા આવ્યાં તે વખતે શીલવતી અને તેને પતિ સમુદ્રદત્ત પણ આવ્યાં. ગુરૂદેવના દર્શન કરી તેમની વાણી સાંભળવા બેઠાં.
ગુરૂદેવે તેમને ઉપદેશ શરૂ કર્યો હે મહાનુભાવો ! અનાદિ કાળથી અનેક ભેમાં લાટતાં ભટક્તાં આજે તમે મનુષ્ય જન્મ પામ્યા છે. જે દેવોને પણ દુર્લભ છે. પુણ્ય ઉપાર્જન કરવા માટે માત્ર માનવ જન્મ જ ઉપગી છે. બીજા અન્ય જન્મમાં પુણ્ય ઉપાર્જન કરી શકાતું નથી. આ મહામુલો માનવ જન્મ મલ્યા છતાં મૂર્ખાએ વિષય રંગમાં મોહ પામી આવેલી સોનેરી તક ગુમાવે છે.
૧૬