________________
૨૪o
ધર્મી-ધમ્મિલકુમાર શકી છું એ બદલ લાખ લાખ ધન્યવાદ, સતી સ્ત્રીઓના શ્રાપથી ભલભલાં રાજા મહારાજાએ પણ ક્ષણમાં નાશ પામ્યા છે. પરંતુ તે અમારા ઉપર કૃપા કરી અને અમને શ્રાપ ન આપતાં અમને જીવતા મૂકયા તે બદલ લાખ લાખ ધન્યવાદ | હે માતા ! તું અમને તારા બાળક સમજી અમારા ગુનાઓ માફ કરજે. અને હવે જીવનમાં કદી આવી ભૂલ કદી નહિ કરું. તું અબળા અને નિઃસહાય લેવા છતાં હિંમતપૂર્વક અમારા કાન પકડાવ્યા છે જે કદાપિ ભૂલી શકાય તેમ નથી.
શીલવતી બેલી-હે રાજા ! તું તે પ્રજાને પિતા કહેવાય છે, તું વિદ્વાન સુશીલ ગંભીર કુળવાન અને બહાદુર હોવા છતાં તારા હૃદયમાં જે વિકાર જન તેમાં તારે દેષ નથી પરંતુ તારા પૂર્વ કર્મને દેષ છે. વિદ્વાન અને શુરવીર મહારથીઓ ગમે તેવા બળવાન દુમિનેને જીતી લે છે પરંતુ જે પાંચ ઇન્દ્રિયને જીતે તેજ સાચે શૂરવીર છે. આવા શૂરવીર જવલ્લે જ મળે.
શીલ અનેક ભવમાં સુખ આપવાની શક્તિ ધરાવે છે અને વિષયસુખ તે ક્ષણિક સુખ આપે છે. દુનિયામાં એ મૂર્ખ કોણ હશે કે અનંતુ સુખ મુકીને ક્ષણિક સુખની લાલસા રાખે ?
હે પિતા તુલ્ય રાજવી ! તું પ્રતિજ્ઞા કર કે જીવન ભર કદી પણ પરસ્ત્રી સામે જોઈશ પણ નહિં તેનાથી તારી લક્ષમી વધશે. જશ અને જય મળશે સર્વત્ર તું પૂજઈશ.