________________
અન્ય ચાર ધ્યાના
૪૪૭
કહેલું છે અને તે ખાટું હેાવા સંભવ નથી, કારણ કે આપ્ત પુરુષા કદી ખાટુ કહેતાં નથી. યુક્તિ એટલે દલીલે. જો એક મનુષ્ય નિર ંતર ચિંતન કરતાં ધનવાન બની શકે છે અને કલાનું નિરંતર ચિંતન કરતાં કલાકાર બની શકે છે તા નિર'તર અરિહંતનુ ચિંતન કરતાં અરિહુત કેમ ન બની શકે ? મહાપુરુષોએ પ્રકૃતિનુ–કુદરતનુ' સૂક્ષ્મ નિરીક્ષણ કરીને શોધી કાઢયું છે કે ઈયળ ભ્રમરીનું નિર ંતર ધ્યાન ધરતાં આખરે ભ્રમરી બની જાય છે. આ અનુભવ પરથી એમ કહી શકાય કે મનુષ્ય નિર ંતર અરિહંતનું ધ્યાન ધરે તા અરિહત થઈ શકે છે. આમ છતાં જો વિશ્વાસ ન બેસતા હોય તે અરિહંતનું નિરંતર ધ્યાન ધરવા માંડા અને જુએ કે તમે અરિહંત બની શકે છે કે નહિ ? આવુ' પરિણામ આવતાં કેટલેક સમય લાગે છે, એટલે આ જ ભવે એ પરિણામની આશા રાખી શકે નહિ. ભવાંતરમાં ગમે ત્યારે અરિહંત થવાની તક મળતી હોય તે તે વધાવી લેવા જેવી છે. પ્રશ્ન-રૂપાતીત ધ્યાન ધરવાથી ધર્મ ધ્યાનમાં સહાય શી રીતે મળે ?
ઉત્તર-રૂપાતીત ધ્યાનમાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન હાવાથી માક્ષમાના અને સિદ્ધાવસ્થાના નિશ્ચય થાય છે અને તે જ ધમ ધ્યાનમાં માટી સહાય છે.
પ્રશ્ન-રૂપાતીત ધ્યાન ધરવા જેટલી શક્તિ ન ડાય, પણ સિદ્ધ પરમાત્મા સાથે મનને જોડાયેલું રાખવું હોય ત શું કરવું ?