________________
[૨૨] શુકલધ્યાનને પરિચય
આર્ત અને રૌદ્રધ્યાન અશુદ્ધ છે, ધર્મધ્યાન શુદ્ધ છે અને શુકલધ્યાન વિશુદ્ધ છે. જે વિશેષ કે વિશિષ્ટ શુદ્ધિવાળું હોય તે વિશુદ્ધ કહેવાય. “ ધ્યાનવિચાર ” ગ્રંથમાં શુકલધ્યાનને પરમધ્યાન કહેવામાં આવ્યું છે, કારણ કે તે ઉત્કૃષ્ટ કક્ષાનું છે અને વિશિષ્ટ કોટિના મહાપુરુષે જ ધરી શકે છે. હાલ આપણાં શરીર અને મનની જે અવસ્થા છે, તે જોતાં આપણે શુકલધ્યાન સુધી પહોંચી શકીએ નહિ, શુકલધ્યાન ધરી શકીએ નહિ, એ અભિપ્રાય આચાર્યો દ્વારા છેલ્લાં બે-અઢી હજાર વર્ષોથી પ્રકટ થતો રહ્યો છે, આમ છતાં ભવ્યાત્મા ધીર વીર પુરુષ ધર્મધ્યાનને લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી શુકલધ્યાન ધરવાને મને રથ સેવે અને તે માટે પ્રયત્નશીલ બને તો તેને નિષેધ નથી.
જે શુકલધ્યાનની પ્રબળ ભાવના રાખીને તે માટે પ્રયત્નશીલ બનીએ તે તે માટેની ગ્યતા બીજા ભવે, ત્રીજા ભવે કે તે પછીના કેઈ નજીકના ભવે અવશ્ય મળે