SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ત- ધ્યાનને ત્યાગ નિયાણું બાંધે છે અને એ રીતે આર્તધ્યાનની ચુંગાલમાં આવી જાય છે. જે કામભોગની નિસારતા સમજાય તે તેને માટે મન તલસે નહિ કે તે મેળવવાને દઢ સંકલ્પ કરવામાં આવે નહિ. તેથી જરૂરનું એ છે કે કામગની નિઃસારતા ચિંતવવી. તે માટે “રાગ છેડો” પ્રકરણમાં ભગવાન મહાવીરની જે વાણી આપી છે, તેના પર વારંવાર ચિંતન-મનન કરવું. આટલા વિવેચન પરથી આર્તધ્યાનને ત્યાગ શા માટે કરવું જોઈએ ? તે સમજાયું હશે. હવે રૌદ્રધ્યાન પર આવીએ. રૌદ્ર એટલે ભયંકર પરિણામમાંથી જે ધ્યાન પ્રકટ થાય, તેને રૌદ્રધ્યાન કહેવાય. તેના પણ ચાર પ્રકારે મનાયેલા છે, તે આ પ્રમાણે (૧) હિંસાનુબંધી-રૌદ્રધ્યાન હિંસા સંબંધી સતત ચિંતન કરવું તે. (૨) અમૃતાનુબંધીરોદ્રધ્યાન-અમૃત એટલે અસત્ય કે જૂઠ. તે સંબંધી સતત ચિંતન કરવું તે. (૩) યાનુબંધી રોદ્રધ્યાન-તેય એટલે અદત્તાદાન કે ચેરી. તે સંબંધી સતત ચિંતન કરવું તે. (૪) વિષયસંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન-વિષયભોગની સામગ્રીનું રક્ષણ કરવા સતત ચિંતન કરવું તે. કેટલાક ગ્રંથમાં આ ચાર ધાનેને અનુક્રમે હિંસાનંદ રૌદ્રધ્યાન, અમૃતાનંદ-રૌદ્રધ્યાન, ચૌર્યાનંદ રૌદ્રધ્યાન તથા સંરક્ષણાનંદરૌદ્રધ્યાન પણ કહેવામાં આવ્યાં છે. અનુબંધ આનંદ કે રસને આભારી છે, એટલે તેમાં કઈ તાત્વિક તફાવત નથી. રૌદ્રધ્યાન છેડવાનો અર્થ એ છે કે આ ચારે ય પ્રકારનાં રૌદ્રધ્યાને છોડવાં જોઈએ,
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy