________________
૩૮૮
સામાયિક-વિજ્ઞાન. મારી જે જાતની ગ્યતા હતી, તે પ્રમાણે મને મળ્યું. એમાં મારે ખોટું લગાડવું શા માટે ? દુઃખને અનુભવ કરે શા માટે ? વળી સમય સમયનું કામ કરે છે. એટલે
ગ્ય સમય આવશે, ત્યારે બધું ઠીક થઈ જશે. મનગમતું થઈ જશે, તેથી આ બાબતમાં મારે કંઈ પણ વિમાસણ કરવાની જરૂર નથી.
પ્રિયજનનું મૃત્યુ થતાં કે સંપત્તિ—અધિકાર ચાલ્ય. જતાં અથવા અતિપ્રિય વસ્તુ ખવાઈ જતાં શોક-સંતાપ કરો એ બીજા પ્રકારનું ઈષ્ટવિયોગ-આર્તધ્યાન છે. પ્રિય જનનું મૃત્યુ થતાં મન-હૃદયને આઘાત લાગે, એ સ્વાભાવિક છે, પણ તે માટે વિલાપ કરવાથી કે ઝરવાથી શું વળવાનું છે? એ વિચારવાનું છે. શું નાના પ્રકારના વિલાપ કરવાથી કે અત્યંત ઝૂરવાથી મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન થાય છે ખરી? કે પલકમાંથી પાછી આવે છે ખરી? જે જન્મે છે, તે અવશ્ય મરે છે. મૃત્યુ કેઈને છોડતું નથી. મહાપુરુષે પણ એક દિવસ ચાલ્યા ગયા. તે સામાન્ય માનવીની વાત શી ? આવા આવા વિચારે કરી મનને શાંત સ્વરથી રાખવું ઘટે છે.
ધનનાશને પ્રસંગે ઉપસ્થિત થતાં ઘણા માણસો શક-સંતાપ કરવા લાગે છે અને એ રીતે આર્તધ્યાનમાં ચડી જાય છે. તેનાથી લાભ તે કશે થતું નથી, ઊલટું શરીર બગડે છે, મનની સ્વસ્થતા ઓછી થઈ જાય છે અને નિત્ય નિયમમાં પણ ખલનાઓ થવા લાગે છે. કેટલાક