________________
૩૬૮
સામાયિક-વિજ્ઞાન એને ત્યાગ કર અને છેવટે સર્વ ભેજ્ય પદાર્થોમાંથી રસવૃત્તિ તે છેડી જ દે.
હે ચેતન ! સંયમના નિર્વાહ અર્થે તું વિવિધ પ્રકારના કાયકલેશને સમભાવે સહન કરી લે અને નિરવ એકાંત સ્થાનને આશ્રય લઈને અંગોપાંગનું બને તેટલું સંપન કર તથા ઈન્દ્રિય અને કષાયને જ્ય કરવામાં ઉજમાળ થા. | હે આત્મન ! તું નાની મોટી ભૂલ માટે એગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને શુદ્ધ થા અને દેવ, ગુરુ, તથા ધર્મને વિનય કરીને પવિત્ર થા.
હે ચેતન, તું આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, ગ્લાન, તપસ્વી, સ્થવિર, સાધર્મિક, કુલ, ગણ અને સંઘનું બને તેટલું વૈયાવૃત્ય કરીને કર્મની નિર્જ કર.
હે ચેતન ! તું વાચના, પૃચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં સદા રત રહીને તથા નમસ્કાર મહામંત્ર, અહમંત્ર આદિને જપ કરીને કર્મોની કુટિલ જાળને કાપી નાખ તથા ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આરૂઢ થઈને કર્મવૈરીના કટકને સર્વથા, હણી નાખ.
હે આત્મારામ ! તું કાયાને એક સ્થાને સ્થિર કરીને, વાણને મૌન વડે રોકીને તથા મનને ધ્યાનમાં જોડીને કાત્સર્ગમાં એવી રીતે મગ્ન થા કે ગમે તેવાં ઘર કર્મો ક્ષણવારમાં ખરી પડે અને તું તારા મૂલ સ્વરૂપમાં પ્રકાશવા લાગ