________________
ભાવનાઓનું સેવન
૩૬૫ તથા (૩) કાયગુપ્તિ વડે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને નિરોધ કર.
હે ચેતન! તું (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપ-સમિતિ અને (૫) પરિઠાપનિકા સમિતિ–એ પાંચ સમિતિનું સ્વરૂપ બરાબર સમજી લે અને તેના પાલનમાં ઉજમાળ થા.
હે આત્મન ! તું ગમે તેવા ઉગ્ર અને ઘેર પરિષહને પણ સમભાવે સહી લે. તું મુધાન પિપાસાર, શીત કે ઉષ્ણુ પરિષહથી પરાભવ ન પામ. તું ડંશ,૫ અચલક, અરતિ, કે સ્ત્રી પરિષહથી જરા પણ ચલિત ન થા. હે. આત્મન ! તું ચર્યા, નૈધિકી૦ અને શય્યા ૧૧ પરિષહને સમભાવે વેઠી લે. વળી આકાશ,૧૨ વધ, ૧૩ યાચના૧૪ કે અલાભ૧૫ પરિષહને પ્રસંગ ઊભું થાય તે પૂર્વ મહર્ષિ ઓના ચરિત્રનો વિચાર કરી તેને જીતી લે. હે આત્મન ! . રોગ, તૃણસ્પર્શ, ૧૭ મલ,૮ સત્કાર,૧૯ પ્રજ્ઞા, ૨૦ અજ્ઞાન અને સમ્યકત્વર પરિષહ તારી કસોટી કરવાને ભલે આવે, પણ તું એનાથી જરાયે ડગીશ નહિ. જેમણે આ બાવીશ પરિષહ જીત્યા, તે જ ચારિત્રને પાળવામાં સફલ થયા અને જીવનની બાજી સુધારી શક્યા, માટે તું પણ બાવશે ય પરિષહને સમભાવે સહી લે.
હે આત્મન ! તું દશ પ્રકારના યતિધર્મનું પાલન કર. खंति महब अज्जव, मुत्ती तव संजमे अबोधवे। सच्चं सोअं अकिंचणं य, बंभं च जइधम्मो ॥