________________
ભાવનાઓનું સેવન
૩૫૭ એટલે તેની કંઈ પીડા જણાશે નહિ.” ડોકટરેએ એ પ્રકારે ઓપરેશન કર્યું અને તાજુબી અનુભવી.
જે દેહ, ઈન્દ્રિયે, મન, સ્વજન, પરિવાર, ધનદોલત બધું આમાથી ભિન્ન છે, તે તેમાં મમત્વબુદ્ધિ શા માટે ? એને નાશ થતાં પિતાનું કંઈ જતું નથી, એમ માનવું જ ડહાપણભરેલું છે. આપણા એક મહાપુરુષ કહે છે કેતેરા હે સે તેરી પાસ, અવર સબ અનેરા; આપ સ્વભાવમાં રે અવધૂત, સદા મગન મેં રહેના
જે અન્યત્વભાવના કેળવાય તે જ આ રીતે સદા આનંદમાં મગ્ન રહી શકાય.
- અશુચિભાવના શરીરની અશુચિ-અપવિત્રતા ચિંતવવી, એ આ ભાવનાનો મુખ્ય વિષય છે.
મનુષ્યને પોતાના શરીર પર ઘણી જ આસક્તિ હોય છે અને તે એને રૂડું –રૂપાળું કે સુંદર રાખવા માટે અનેક જાતના પ્રયત્ન કરે છે. તેની આ આસક્તિ ટળે તે જ તે બડિ રાત્મા મટી અંતરાત્મા થઈ શકે. આ આસક્તિ ટાળવા માટે જ તેની અશુચિનું ચિંતન કરવાનું છે.
શ્રી વિનયવિજ્યજી મહારાજ શાંતસુધારસભાવ-- નમાં કહે છે: “અહો ! મૂઢ જી ફરી ફરીને સ્નાન કરે છે અને મલના સ્થાનરૂપ આ શરીરને ચંદન વડે ચર્ચે છે. પછી અમે પવિત્ર છીએ એમ માનીને એને પરમેહ ધરે છે,