________________
ભાવનાઓનું સેવન-૧
૩પ૧
(રક્ષક) બને છે. એટલે હે રાજન! હવે હું મારા પિતાને તથા અન્ય જનો નાથ બની ચૂક્યો છું અને તારે મારા નાથ બનવાની કોઈ જરૂર રહેતી નથી. આ છે મારું સંયમમાર્ગ સંચરવાનું પ્રયોજન.”
અનાથ મુનિની આ હકીકત સાંભળી શ્રેણિક રાજા ઘણું પ્રભાવિત થયા અને તે દિવસથી જૈન ધર્મની શ્રદ્ધા પામ્યા. ત્યાર પહેલાં તેઓ બૌદ્ધધર્મની શ્રદ્ધાવાળા હતા.
અશરણતાને વિચાર પ્રબલ થતાં, અશરણભાવના જેરદાર બનતાં મનુષ્યના જીવનવ્યવહાર પર કેવી અસર થાય છે અને તેનું કેવું પરિણામ આવે છે. તે આ પ્રબંધ પરથી સમજી શકાશે.
૩–સંસારભાવના આ સંસાર અસાર છે, તેમાં કંઈ સાર નથી, એમ ચિંતવવું, એ આ ભાવનાને મુખ્ય વિષય છે.
સંસારને મીઠે-સારવાળે માન્ય છે, એટલે જ તેના પર આસક્તિ છે. જે એ વિચારમાં પરિવર્તન થાય અને સંસાર અસાર લાગવા માંડે, તો તેના પરની સર્વ આસક્તિ ઊડી જાય અને જીવન સંયમના માર્ગે વહેવા લાગે.
गतसारेऽत्र संसारे, सुखभ्रान्तिः शरीरिणाम् । लालापानभिवाङ्गप्ठे, बालानां स्तन्यविभ्रमः॥
“અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકોને જેમ માતાનું સ્તનપાન કરવાને ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં, પ્રાણીઓને તેમાં સુખને ભ્રમ થાય છે?