SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ સામાયિક-વિજ્ઞાન ૨-અશરણભાવના જન્મ, જરા અને મરણના ભયથી ઘેરાયેલા, રોગ અને પીડાથી ગ્રસાયેલા આ જીવને અરિહ ંત, સિદ્ધ, સાધુ અને સČજ્ઞકથિત ધમ સિવાય અન્ય શરણુ નથી, એમ ચિતવવું, એ આ ભાવનાના મુખ્ય વિષય છે. જ્યાં જન્મ હૈાય, ત્યાં જરા અને મરણ પણ અવસ્થ હાય, એટલે જન્મ, જરા અને મરણુ એ એક પ્રકારની ત્રિપુટી છે. આ ત્રિપુટી આપણી મિત્ર નથી, પણ દુશ્મન છે અને તેથી આપણને અનેક પ્રકારના રોગ-શાક-દુઃખપીડાના અનુભવ કરાવે છે. આ રાગાદિ પ્રસંગે આપણે જેને અતિ પ્રિય માન્યા હાય, તેવા સ્વજન–સંબંધીએ કે મિત્રા આપણને શરણ-રક્ષણ આપી શકતા નથી, એટલે આપણે ખરેખર અશરણુ છીએ, અસહાય છીએ, કોઈના આધાર કે આશ્રય વિનાના છીએ. પરંતુ સંસારની મેાહજાળમાં આપણે એટલા ડૂબી ગયા છીએ કે આ વસ્તુના વિચાર કરવાની ફુરસદ મળતી નથી. જો આ વસ્તુનો વિચાર કરીએ અને તે ખરાખર કરીએ તેા આપણા સંસાર પરના સ` મેાહ ઊડી જાય અને સાચું શણ શોધવાની તાલાવેલી લાગે. એ શરણ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલીપ્રણિત ધ સિવાય શ્રીજી કોઇ આપી શકે એમ નથી. अभागमियम्मि वा दुहे, अहवा उक्कमिए भवन्तिए । एगस्स गईय आगई, विदुमन्ता सरणं न मन्नई ॥
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy