SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિ આત્મા ભણી રાખે ૩૩૧ : પ્રશ્નોત્તરી પ્રશ્ન-આત્મા નજરે દેખી શકાય ખરે ? ઉત્તર-ના, કારણ કે તે અરૂપી છે. જેને કઈ પણ પ્રકારનું રૂપ (form ) ન હોય, તે અરૂપી કહેવાય. પ્રધ–તે પછી “દષ્ટિ આત્મા ભણી રાખે.” એમ કહેવાનો અર્થ શું ? ઉત્તર-અહીં દષ્ટિને અર્થ લક્ષ છે. આત્મા ભણી દષ્ટિ રાખે, એટલે આત્મા તરફ લક્ષ આપે, તમારા આત્માને વિચાર કરતા રહે. પ્રશ્ન-આત્માને વિચાર કરવાથી લાભ શે ? ઉત્તર-આત્માને વિચાર કરવાથી આત્માનું સાચું સ્વરૂપ સમજાય છે, તેના ગુણોને બોધ થાય છે અને તેને વિકાસ કરવાને ઉત્સાહ જાગે છે. એ ઉત્સાહમાંથી આત્મવિકાસની પ્રવૃત્તિ થાય છે અને તે મિક્ષ કે પરમપદ સુધી લઈ જાય છે. પ્રશ્ન–શું આત્માનો વિચાર કરનાર બધાને આ પ્રકારના લાભ થતા હશે? ઉત્તર-આત્માને વિચાર કરવાથી જે લાભ થવાને સંભવ છે, તેની અહીં રૂપરેખા આપી છે. જે આ કમે વ્યવસ્થિતપણે આગળ વધવામાં આવે તે એ બધા લાભ જરૂર થાય, પણ વ્યવસ્થિતપણે આગળ વધવાનું કામ ધારવા
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy