________________
૨૮૨
સામાયિક-વિજ્ઞાન ડોશીમાએ કહ્યું : “બેટી ! તેં જે ચમત્કાર અનુભવ્ય તે આ પાણુને નથી, પણ તેં એને પ્રયોગથી સામે જવાબ આપવાનું માંડી વાળ્યું, તેને છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે તું તારા ઘરના પાણીથી પણ આ પ્રવેગ કરી શકે છે. તું જે શાંત રહીશ તે તારે પતિ શાંત રહેશે અને બંને સુખી થશે. મારા તમને આશીર્વાદ છે.”
ત્યાર પછી તે પતિ-પત્નીએ કદી પણ કોઈ ન કરવાને નિર્ણય કર્યો, તેથી તેઓ સુખી થયા અને આનંદમાં દિવસે નિર્ગમન કરવા લાગ્યાં.
આ વાતમાંથી આપણે એટલે બોધ લેવાનો છે કે કેઈ આપણા પર કોધ કરે તે આપણે સામે કોધ કરે નહિઃ “કમ ખા, ગમ ખા.” એ કહેવતમાં પણ આ જ શિખામણ અપાયેલી છે.
કોધને જીતવાનું મુખ્ય સાધન ક્ષમા છે, તેથી જ કહેવાયું છે કે
क्षमाखड्गः करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ।
જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે, તેને દુર્જન શું કરશે? ઘાસ વગરની જમીન પર પડેલે અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે.”
તાત્પર્ય કે કોઈ દુર્જન મનુષ્ય આપણા પર ક્રોધ કરે અને આપણે તેને ક્રોધથી પ્રતિકાર કરીએ તે મામલે ઘડી વારમાં બગડી જાય છે, પરંતુ કોઇ ન કરીએ તે પેલે દુર્જન શાંત થઈ જાય છે. અગ્નિને તણખો ઘાસના ગંજ પર