________________
૨૬૨
સામાયિક-વિજ્ઞાન. જે કુરંગીએ બનાવેલું શાક એમાં ઉમેરાય, તે બધું ભેજન અમૃત જેવું મીઠું લાગે.”
સુરંગીએ કહ્યું : “આમાંનું કઈ પણ શાક ચાખ્યા વિના તમને શું ખબર પડી કે તે કુરંગીના હાથે બનાવેલ. શાક જેવું સ્વાદિષ્ટ નથી ?
સુભટે કહ્યું : “એ તે એની સોડમ જ કહી આપે. એમાં ચાખવાની જરૂર નથી.”
સુરંગી સમજી ગઈ કે “સુભટની વિવેકબુદ્ધિ પર પક્ષપાતનાં ચમાં ચડી ચૂકયા છે, તેથી ગમે તેવી દલીલ. કરીશ, તે પણ તેના ગળે ઊતરશે નહિ” તેથી તે ઊઠીને ઊભી થઈ અને કુરંગીને ઘરે ગઈ. ત્યાં તેણે કહ્યું : “બહેન ! સ્વામીનું મન તમારામાં વહ્યું છે, તેથી તેમને મારા કરેલાં પકવાન કે શાક ભાવતાં નથી, માટે તમારું બનાવેલું શાક આપો કે જેથી તેઓ ઊલટપૂર્વક ભજન કરે.'
કુરંગીએ જોયું કે આટઆટલે તિરસ્કાર કરવા છતાં સુભટનું મન પોતાના પર ટેલું છે, તેમ છતાં તેની પરીક્ષા કરવી જોઈએ, તેથી તેણે સુરંગીને કહ્યું : “બહેન ! થોડીવાર આ પરસાળમાં બેસે. હું આપનું સ્વામી માટે ગરમાગરમ શાક બનાવી આપું છું. એટલે સુરંગી પરસાળમાં બેઠી અને કુરંગી મકાનના પાછલા ભાગમાં જઈને પાડીએ કરેલું તાજું છાણ લઈ આવી. પછી તેમાં આટ, લૂણ, મરી વગેરે નાખીને હિંગવડે વઘાયું અને લીંબુનો પટ દઈને ગરમાગરમ શાકને વાડકો ભરી આપ્યો.