________________
૨૫૪
સામાયિક-વિજ્ઞાન બુદ્ધિમાં ખામી આવી અને તેમને વાણી-વ્યવહાર તેને અનુરૂપ થતાં બધું વાતાવરણ બગડી ગયું. કદાચ પેલા સજજને અને બીજા મિત્રોએ પણ આ અનુભવ પછી મનમાં ગાંઠ વાળી હશે કે હવે આને કઈ સ્થળે સાથે જમવા લઈ જ નહિ. આ રીતે તેની પ્રતિષ્ઠા ઘટી. એ પણ મેટું નુકશાન જ થયું.
એક સ્ત્રી ગમતી અને બીજી સ્ત્રી અણગમતી બને છે, ત્યારે ગૃહજીવનમાં કજિયા-કંકાસ શરૂ થાય છે અને તેમાં નહિ ધારેલાં એવાં અનિષ્ટ પરિણામે આવે છે, તે અંગે સુભટની કથા જાણવા જેવી છે.
સુભટની કથા 1. સુભટ નામના એક રાજ્યાધિકારીને સુરંગી નામની સ્ત્રી હતી, જે બહુ ભલી અને ભેળી હતી. આ સ્ત્રીથી તેને એક પુત્ર થયા હતા, તેનું નામ સોનપાલ પાડયું હતું હવે પુત્રને પ્રસવ થયા પછી સ્ત્રીની તબિયત લથડી અને તેના શરીરનું સૌદર્ય ઘણે અંશે ઓછું થઈ ગયું. તેથી સુભટનું મન તેના પરથી ઊતરી ગયું. કહ્યું છે કે – લાગે વાર ન ભાંગતાં, એાછા નરની પ્રીત; અંબર-ડંબર સાંજને, ન્યૂ વેળુની ભીત.
સુરંગી પરને નેહ ઓછો થઈ જતાં સુભટે ઘણું ધન ખરચીને કુરંગી નામની બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દેખાવમાં ફૂટડી હતી અને હાવભાવ તથા ચેન–