SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સમભાવ અંગે કેટલુંક હવે સમભાવ કેવી રીતે કેળવે જોઈએ, તેનું વિવેચન કરીશું. તે અંગે ગસારમાં કહ્યું છે કેरागद्वेषविनाभूतं, साम्यं तत्त्वं तदुच्यते । स्वशंसिना क्व तत् तेषां, परदूषणवादिनाम् ॥ १४ ॥ “રાગ અને દ્વેષનો અભાવ તે સામ્ય છે અને સામ્ય તે જ તવ છે. જેઓ પિતાની પ્રશંસા કરે છે અને બીજાની નિંદા કરે છે, તેઓ આ તત્વ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તાત્પર્ય કે ન જ કરી શકે.” સામ્ય, સમતા, સમત્વ એ બધાં સમભાવનાં જ અન્ય નામો છે, એટલે સમભાવ એ જ ખરું તત્વ છે, મૂળભૂત રહસ્ય છે અથવા તે પરમાર્થ છે, એમ સમજવાનું છે. પરંતુ આ તત્ત્વ, મૂળભૂત રહસ્ય કે પરમાર્થ તે જ પામી શકે છે કે જે સ્વપ્રશંસા અને પરનિંદાથી દૂર રહે છે. સ્વપ્રશંસા એ રાગમાંથી ઉદ્ભવેલે મહાન આધ્યાત્મિક દોષ છે અને પરનિંદા એ શ્રેષમાંથી ઉત્પન્ન થયેલે મહાન આધ્યાત્મિક દેષ છે. જેમ કપડાંમાંથી મલિનતા દૂર થાય તે જ તેને બીજે રંગ ચડી શકે છે, તેમ આ બે આધ્યાત્મિક દો દૂર થાય, તે જ આત્માને સમભાવને રંગ ચડી શકે છે. એટલે સમભાવની પૃહા–ઈચ્છા-અભિલાષા રાખનારે સહુ પ્રથમ આ બે દોષને દૂર કરવા કટિબદ્ધ થવું જોઈએ. मानाऽपमाने निन्दायां, स्तुतौ वा लोष्टकाञ्चने। जीविते मरणे लाभालाभे रंके महर्द्विके ॥ १५ ॥
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy