________________
મન જીતવાની કલા
૨૦૩ ણાના પુદ્ગલે ગ્રહણ કરીને તેને મનરૂપે પરિણાવે છે કે જેને દ્રવ્યમન (Physical Mind) કહેવામાં આવે છે. - આ દ્રવ્યમનનું આલંબન લઈને તે મનન-વ્યાપાર કરે છે. મનન કરી રહેલા આત્માને ભાવમન (Conscious Mind) કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં કહ્યું છે કે “વી પુન મળાિમરિયાતો માંવમળો-જે જીવ મનના પરિણામ અને કિયાવાળો હોય, તેને ભાવમન સમજવાનું છે. તાત્પર્ય કે પ્રથમ આત્મા તથા પ્રકારના પુદ્ગલ-પરમાણુઓ વડે મનની રચના કરે છે અને પછી તેમાં ચૈતન્યને સંસ્કાર મૂકતાં વિચારની પ્રક્રિયા શરૂ થાય છે.
પ્રશ્ન-મનને જડ સમજવું કે ચૈતન્ય સમજવું ?
ઉત્તર-મન જડ છે, પણ ચૈતન્યના સતત સંગને લીધે ચૈતન્ય જેવું જણાય છે.
પ્રશ્ન-શું બધા આત્માઓને દ્રવ્યમન તથા ભાવમન . હોય છે?
ઉત્તર-ના. સિદ્ધ ભગવંતે એટલે મુક્તિના જીવે સકલ કર્મથી રહિત હેઈને ત્યાં મનને સંભવ જ નથી. સંસારી જેમાં કેટલાકને માત્ર દ્રવ્યમન હેય છે, પણ ભાવમન હેતું નથી, કેટલાકને માત્ર ભાવમન હોય છે, પણ દ્રવ્યમન હોતું નથી, અને કેટલાકને દ્રવ્યમન અને ભાવમન બંને હોય છે.
પ્રશ્ન-આ તે બહુ ઊંડી વાત નીકળી! જૈન ધર્મ