SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મન જીતવાની કલા ૨૦૧ તક આપશે નહિ. તમારું કામ કેવલ વિચારાને હઠાવવાનુ છે. વિચાર પેાતાની મેળે આવે છે, તેને આવવા દો. પણ તરત તેને હઠાવી દો. વિચારોને આવતા રોકવાના નથી કે તેને લાવવાના નથી. માત્ર તેમને હઠાવવાનું કામ જ કરવાનું છે. ઘેાડા દિવસ આ અભ્યાસ કરો. તેનાથી વિચારો અટકે છે અને મન શાંત થતુ જાય છે. વિચારોનું આગમન થડા વખત પછી બંધ થઈ જાય છે. વિચારો થંભી જતાં મન સ્થિર અને એકાગ્ર થવા લાગે છે. સાધુએ તથા સંસારીએ અને માટે આ ક્રિયા ઉપયાગી છે. ચેાથે। અભ્યાસ-નિવિચાર અવસ્થા આસન તથા મુદ્રા પૂર્વવત્ રાખો. આંખા બંધ કરી લા. મેરુજ્જુ ડ ટટાર રાખો. ધ્યાન મનની તરફ લઈ જા અને તેને એક જ અટકે વિચારશૂન્ય બનાવી દે. આ ઝટકો શારીરિક નહિ, માનસિક સમજવાના છે, માનસિક ઝટકાની સાથે ક્ષણભર માટે મનને નિશ્ચલ બનાવી દો. એકાએક માનસિક ઝટકાથી મનને થોડી ક્ષણા જ્ઞાનશૂન્ય બનાવો. આ અવસ્થામાં કોઈ વિચાર રહેશે નહિ. આવી રીતે વારવાર મનને શૂન્યાવસ્થામાં લાવવાની ચેષ્ટા કરો. પ્રારભમાં આ ક્રિયા કૈક અટપટી અને કઠિન લાગશે, પરંતુ પ્રથમ ત્રણ અભ્યાસ કરવાથી આ ક્રિયા કરી શકશે. આ ક્રિયાના અભ્યાસ સાધના દરમિયાન અથવા દૈનિક કાર્યાની વચ્ચે પણ કરતા રહેા. આ ક્રિયા સિદ્ધ થતાં તમારા મન પર પૂરો કાબૂ આવી જશે.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy