________________
૧૪૨
સામાયિક-વિજ્ઞાન (૪) પછી ડાબા હાથ પર મુહપત્તી મૂકી પામું ફેરવી જમણે હાથ તરફને ભાગ ત્રણ વાર ખંખેરે. તે વખતે મનમાં બેસે કે
કામરાગ, નેહરાગ, દષ્ટિરાગ પરિહર.
ત્રણે ય પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુહપતીને અહીં ત્રણ વાર ખંખેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના રોગોનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથના રાગ છોડો' નામના પ્રકરણમાં આપેલું છે.
(૫) મુહપત્તીને મધ્ય ભાગ ડાબા હાથ પર નાખી, વચલી ઘડી પકડી બેવડી કરે. (અહીંથી મુહપત્તી સંકેલવાનું કામ શરૂ થાય છે.)
(૬) પછી જમણા હાથના ચાર આંગળાને ત્રણ આંતરામાં મુહપત્તીને ભરાવે.
(૭) પછી ડાબા હાથની હથેલીને ન અડે એવી રીતે ત્રણ ટપે કાંડા સુધી લાવે અને દરેક વખતે બોલે કે
સુદેવ, મુગુરુ, સુધર્મ આદરે. સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઈચ્છા છે, તેથી મુહપત્તીને આંગળીઓના અગ્રભાગથી અંદર લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપે મુહપત્તી લગભગ આંગળીના મૂળ સુધી લાવવી જોઈએ અને તે વખતે “સુદેવ બોલવું જોઈએ. પછી બીજા ટપે મુહપત્તીને હથેલીના મધ્ય ભાગ સુધી લાવવી