SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સામાયિક-વિજ્ઞાન રીતે કરવાની હોય, તે રીતે ન કરતાં બીજી રીતે કરીએ તે એ કિયામાં ખામી ગણાય, દેષ ગણાય અને એ રીતે કિયા અશુદ્ધ થઈ ગણાય. વળી જે કિયા જ્યાં કરવાની હોય, ત્યાં ન કરતાં આગળ-પાછળ કરીએ તે ક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય અને તે કિયાને દૂષિત બનાવે. એટલે કિયા કે. સાધનામાં આ બધી બાબતનું ગ્ય માર્ગદર્શન જરૂર જોઈએ. પ્રશ્ન-માત્ર જાણવાથી આ કિયા આવડે ખરી? ઉત્તર-ના. તે ગુરુ કે કઈ અનુભવી પાસેથી શીખી. લેવી જોઈએ. પ્રશ્ન-આવી કિયા શીખ્યા ન હોઈએ તે સામાયિક થઈ શકે ખરું ? ઉત્તર-ના. જેને સામાયિક કરવું હિય-સામાયિકની સાધના કરવી હોય, તેણે સામાયિકને લગતાં સૂત્ર અને તેના અર્થો શીખી લેવા જોઈએ, તેના રહસ્યને પરિચય મેળવી લેવું જોઈએ અને તેની વિધિનું જ્ઞાન પણ મેળવી લેવું જોઈએ. વળી આ કિયા બરાબર થાય, તે માટે ગુરુ કે અનુભવી પાસેથી તે શીખી લેવી જોઈએ. તે સિવાય સામાયિક બરાબર થઈ શકે નહિ. જેને રસોઈ કરવાનું કંઈ જ્ઞાન ન હોય, તે રઈ કરવા બેસે તે કેવી રઈ કરે ? પ્રશ્ન-સામાયિકનાં સૂત્ર આવડતા હોય, પણ તેમાં ભૂલ પડતી હોય છે ? ઉત્તર-તે એ ભૂલ પહેલી તકે સુધારી લેવી જોઈએ.
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy