________________
સામાયિક લેવા-પાવાને વિધિ
૧૨૯ પડિલેહણ કર. સાધક એ આજ્ઞાને “ઈચ્છ” પદ વડે સ્વીકાર કરીને પચાશ બેલ વડે મુહપત્તીની પડિલેહણ કરે છે. મુહુપત્તીના આ પચાશ બેલમાં જે રહસ્ય રહેલું છે, તે અમે આગામી પ્રકરણમાં દર્શાવેલું છે.
આટલી ક્રિયા કર્યા પછી સાધક સામાયિકની સમીપ આવે છે. પછી ખમાસમણ–પ્રણિપાતની ક્રિયા દ્વારા ગુરુવંદન કરીને સામાયિકમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગવામાં આવે છે. તેમાં પ્રથમ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! સામાયિક સંદિસાહું ?” એ શબ્દ વડે સામાયિક કરવાની ઈચ્છા પ્રકટ કરી તે માટે ગુરુને આદેશ લેવાની ભાવના પ્રદર્શિત કરે છે અને જ્યારે ગુરુ “સંદિસહ’ શબ્દથી તે બાબતની આજ્ઞા આપે, ત્યારે તેને “ઈચ્છું” શબ્દ વડે શિરે ધાર્યા કરે છે. પછી પુન: ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા દ્વારા વંદન કરી ઈચ્છાકારેણ સંદિસહ ભગવં! સામાયિક ઠાઉં ? એ શબ્દોથી સામાયિકમાં સ્થિર થવાને આદેશ માગવામાં આવે છે. ગુરુ જ્યારે “ઠાએહ’ શબ્દથી એ આદેશ આપે, ત્યારે ઈચ્છ' શબ્દ વડે તેને સ્વીકાર કરવામાં આવે છે.
તે પછી ઊભા થઈએક નવકાર ગણી, બે હાથ જોડવાપૂર્વક સાધક મોટેથી વિનંતિ કરે છે કે “ઈચછકારી ભગવન ! પસાય કરી સામાયિક–દંડક ઉશ્ચરાજી” એટલે હે ભગવન ! આપ સ્વેચ્છાએ મને સામાયિકનો પાઠ ઉચરાવી તે બાબતની પ્રતિજ્ઞા આપો.” આ વિનંતિ પરથી ગુરુ તેને કરેમિભંતે-સૂત્રને પાઠ ઉચ્ચરાવે છે. ગુરુ બોલાવે
સા. ૯