________________
૧૭
થતાં તેમણે યુથ કેમ્પ ઊભું કરવામાં અને તેમાં જુદા જુદા પ્રાંત તથા દેશના સભ્ય ભાગ લે તે માટે ઘણે પરિશ્રમ કર્યો હતો.
ધોળકા એજ્યુકેશન સોસાયટી મુંબઈના તેઓ વર્ષોથી મંત્રી છે. ધોળકાની બંને કલેજેને પ્રારંભ કરવામાં અને તેને પૂર્ણ કરવામાં તેમની સેવા નોંધપાત્ર રહી છે. મુંબઈની ઘણી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ એક યા બીજી રીતે જોડાયેલા છે અને તેને પિતાની યથાશક્તિ સેવા આપે છે.
શ્રી નેમિનાથ જૈન દેરાસર, શ્રી ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સંઘ, ભગવાન મહાવીર કીર્તિસ્થંભ નિર્માણ સમિતિ વગેરેના તેઓ ટ્રસ્ટી છે અને ચિત્રકલા નિદર્શન કે જેમાં જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર તથા યશોભારતી પ્રકાશન સંસ્થા જોડાયેલા છે, તેના તેઓ મંત્રી છે.
આટલી મોટી જવાબદારીઓ વહન કરવા છતાં તેઓ નિત્યનિયમ ચૂકતા નથી. પોતાનો પૂજાપાઠ કર્યા પછી જ કામે લાગે છે અને સહુ સાથે પ્રેમથી વર્તે છે. દાનધર્મ પણ તેમણે સારી રીતે વિકસાવેલે છે.
શ્રી ચિત્તરંજનભાઈ શ્રી સરલા બહેનથી વિવાહિત થયેલા છે અને વિરલ તથા સચીન નામના બે પુત્રના પિતા છે.
શ્રી ચિત્તરંજનભાઈએ સને ૧૯૬રમાં ધંધાના વિકાસ અર્થે વિદેશયાત્રા કરી હતી અને સને ૧૯૬૫ માં શ્રી સરલાબહેન તથા પુત્ર વિરલ સાથે જગતનો પ્રવાસ પણ કરેલ છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની પદવી આપી તેમની સેવાઓની કદર કરેલી છે.
આવી એક વિશિષ્ટ વ્યક્તિ આ સમારોહના અતિથિવિશેષ તરીકે સાંપડવા માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.