________________
સામાયિક-અનેરી ગસાધના
પપ અહીં સ્થાનગતકિયાને શું અર્થ છે ? વર્ણગતક્રિયાથી શું સમજવાનું છે? અર્થગતક્રિયાથી કઈ વસ્તુ અભિપ્રેત છે? અને આલંબનસહિત અને આલંબનરહિતથી કઈકિયાએને નિર્દેશ કરવામાં આવ્યો છે? તે બધું કમશઃ વિચારીશું.
સ્થાનગત કિયા એટલે સ્થાન સંબંધી કિયા. અહીં સ્થાનથી એક સ્થાને પ્રતિબદ્ધ થવાની ક્રિયા સમજવાની છે. સ્થાનથી પ્રતિબદ્ધ થવું, એટલે ગસાધના માટે અનુકૂલ સ્થાનની પસંદગી કર્યા પછી ત્યાં સ્થિર થવું, પણ તે સ્થાનને બદલવું નહિ. અહીં આસન શબ્દને પ્રયાગ ન કરતાં સ્થાનને –સ્થાનગત કિયાનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ? તે સમજવા જેવું છે. આસનમાં તે માત્ર બેસવાને અર્થે આવે છે, ત્યારે સ્થાનમાં-સ્થાન પ્રતિબદ્ધતામાં ઊભા રહેવાને, બેસવાને અને સૂવાને એમ ત્રણેય અર્થ સમાયેલા છે.
શું યોગસાધના આ ત્રણેય અવસ્થામાં થાય ખરી?” એને ઉત્તર જૈનશા અને પરંપરાના આધારે અમે હકારમાં આપીએ છીએ. ઉપર જણાવી તે ગસાધના છદ્મસ્થાવાસ્થામાં રહેલા તીર્થકર દેવે, જિનકલ્પી સાધુઓ અને અન્ય સામર્થ્યવાન આત્માઓ ઊભા ઊભા જ કરતા. તમે શ્રી તીર્થકર દેવેની ઊભી પ્રતિમા ધ્યાનાવસ્થામાં જોઈ હશે. દક્ષિણાપથમાં શ્રવણળગેલમાં શ્રીબાહુબલીની પ૬ ફૂટ ઊંચી વિરાટકાય પ્રતિમા છે, તે ઊભેલી અવસ્થામાં છે. કાર્યોત્સર્ગમાં જે ગણેશ દોષ થવાની સંભાવના છે, તે ઊભેલી અવસ્થાને લક્ષ્યમાં રાખીને