________________
go
સામાયિક-વિજ્ઞાન જ્યારે શ્રીમાન હરિભદ્રસૂરિ જેવા જૈન શાસ્ત્રોના સમર્થ જ્ઞાતા આ વસ્તુ કહી રહ્યા છે, ત્યારે તેને યથાર્થ માનવી જ રહી. આજે “ષડાવશ્યકને સંસ્કાર આપણું મન પર દઢ થયેલ છે, એટલે પ્રશ્ન ઉઠે છે કે “આ શી રીતે હોઈ શકે ?” પણ જિનાગમેના પ્રાચીન ઉલ્લેખ આ વસ્તુનું પૂરું સમર્થન કરે છે.
આવશ્યકનિર્યક્તિમાં કહ્યું છે કે “તપ અને સંયમથી સહિત એવા મરીચિ, સ્વામીની સાથે વિચરે છે. ઉદ્યમી અને ભક્તિવાન એવા તે ગુરુ પાસે સામાયિકથી માંડીને અગિયાર અંગે પર્યત ભણ્યા.
જ્ઞાતાધર્મકથા નામને છÉ અંગસૂત્રના શૈલકજ્ઞાત નામે પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે “ત્યારબાદ તે થાવગ્રા પુત્ર શ્રી નેમિનાથ સ્વામીના તથા પ્રકારના ગુણવિશિષ્ટ
વિરે પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વોને અભ્યાસ કરે છે. તે પછી મુંડ થઈને દીક્ષા અંગીકાર કર્યા બાદ શુક નામના મહર્ષિ સામાયિકથી માંડીને ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે.'
શ્રી ભગવતીસૂત્રના બીજા શતકના પ્રથમ ઉદ્દેશામાં &દચરિત આવે છે. તેમાં જણાવ્યું છે કે “તે કંઇક અણ ગાર ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરે પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું અધ્યયન કરે છે.”
આવા ઉલ્લેખ જિનાગમમાં અનેક સ્થળે થયેલા છે. જ્યારે કેઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરી શ્રુતના પારગામી
13 પાર સમાચાર દીક્ષા અંગીક
પૂર્વનું