SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિકને અર્થ ઉત્તર-દેખીતી જુદાઈમાં ઘણું વાર એકતા હોય છે અને દેખીતી એકતામાં ઘણીવાર જુદાઈ હોય છે, એટલે આ ત્રીજો અર્થ દેખીતો જુદો છતાં એક જ વસ્તુ સ્થિતિનું પ્રતિપાદન કરનાર છે. સઘળાં કર્મબંધનનું મુખ્ય કારણ રાગ અને દ્વેષ છે. એ ઘટવા માંડે એટલે કર્મ બંધન ઘટવા માંડે અને તે સર્વથા ઘટી જાય એટલે કે નાશ પામે ત્યારે સઘળાં કર્મબંધને પણ નાશ પામે. તાત્પર્ય કે રાગદ્વેષને નાશ એ જ વાસ્તવમાં કર્મનાશ છે, એટલે કર્મ રહિત સમ અવસ્થા અને સમભાવ વસ્તુતઃ એક જ છે. પ્રશ્નો અર્થ પણ દેખીતો જુદો છે. શું તેમાં ય આ રીતે એકતા સિદ્ધ થશે ખરી ? ઉત્તર–તેની હમણાં જ ખબર પડશે. સાંસારિક પદાર્થો પર આસક્તિ થવાનું મૂળ કારણ રાગ છે અને અપેક્ષાવિશેષથી Àષ પણ છે. તે બંનેનું પ્રમાણ ઘટતાં અનાસક્તભાવ ઉત્પન્ન થવા લાગે છે અને એ પ્રમાણ પૂરેપૂર ઘટી જાય એટલે કે શૂન્યબિંદુ પર આવી જાય, ત્યારે અનાસક્તભાવ સંપૂર્ણપણે સિદ્ધ થાય છે. એટલે આ એથે અર્થ પણ પ્રથમ અર્થમાં અંતર્ભાવ પામે છે, એમ માનવું જ રહ્યું. પ્રશ્ન-એ માની લીધું. હવે પાંચમે અર્થ પ્રથમ અર્થમાં શી રીતે અંતર્ભાવ પામે છે, એ જણાવે ! ઉત્તર-જગતના કેટલાક જીવેને આપણે મિત્ર કે દોસ્ત માનીએ છીએ અને કેટલાક અને શત્રુ કે દુશ્મન માનીએ
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy