________________
[ 2 ] સામાયિકને અર્થ
સામાયિક એ ખરેખર એક રહસ્યમયી વસ્તુ છે. તેનું વાસ્તવિક રહસ્ય સમજવા માટે આપણે ઠીક ઠીક મજલ. કાપવી પડશે, પરંતુ હાલ તો તેના અર્થજ્ઞાનથી શરૂઆત કરીએ.
- ઘણા સુંદર શબ્દો લેકજિહૂવાએ ચડીને અપભ્રંશ પામે છે અને તેને મૂલ અર્થ ખેઈ બેસે છે. સામાયિક શબ્દનું પણ લગભગ એમ જ બન્યું છે. આજે કેટલાક તેને સમાયક કહે છે, તે કેટલાક તેને “સામાયક કહે છે, તે કેટલાક વળી ‘સમાક’ અને ‘સમાગ સુધી પણ પહોંચ્યા છે. પરંતુ આ ચારે ય શબ્દો અશુદ્ધ છે. મૂલ શબ્દ સામાયિક છે અને તેને જ શુદ્ધ માનીને આપણે ચાલવાનું છે.
શાસ્ત્રીય શબ્દને મૂલ સ્થિતિમાં રાખવા, એટલે કે તેમાં એક પણ અક્ષરની હાનિ કે વૃદ્ધિ કરવી નહિ, તેમજ તેના કાના, માત્રા, વરડુ કે અનુસ્વારમાં કંઈ પણ ફેરફાર