________________
૧૦
સામાયિક-વિજ્ઞાન ભગવાનના આ શબ્દો સાંભળી શ્રેણિક રાજી થયા. તેમને લાગ્યું કે આ બધી બાબતે સહેલાઈથી થઈ શકે એવી છે અને તે હું જરૂર કરી શકીશ.
પછી શ્રેણિક શેડા રાજસેવકે સાથે પૂણિયા શ્રાવકને ઘરે ગયા. પૂણિયા શ્રાવકે તેમને એગ્ય આદરસત્કાર કર્યો અને બેસવા માટે આસન આપ્યું. શ્રેણિકે પૂછ્યું: “હે શેઠ ! કુશળ તે છો ને ?” પૂણિયા શ્રાવકે કહ્યું “દેવગુરુની કૃપાએ કુશલતા વર્તે છે.'
શ્રેણિક-શેઠ! તમે રોજના કેટલાં સામાયિક કરે છે ? પૂણિ–આઠ-દશ તે ખરાં જ! શ્રેણિક–તમને એટલે સમય શી રીતે મળે છે ?
પૂણિ-મહારાજ ! સમય તે મેળ મેળવાય છે. મેં ઝાઝી ઉપાધિ રાખી નથી, એટલે આટલે સમય સહેલાઈથી મળી જાય છે.
શ્રેણિક–આ રીતે તે તમારા સામાયિકની સંખ્યા ઘણી મોટી થઈ હશે?
પૂણિ-મહારાજ ! મેં એની ગણતરી રાખી નથી. એ તે મારા જીવનનું એક સ્વાભાવિક અંગ બની ગયું છે.
શ્રેણિક–એક સામાયિકનું ફળ કેટલું ?
પૂણિયે એની મને ખબર નથી. હું તે શ્રાવક તરીકે મારું કર્તવ્ય સમજીને સામાયિક કર્યા કરું છું અને તેમાં આનંદ માનું છું.