________________
રહી અહૈ નમ:
[ 1 ]. સામાયિકને મહિમા
સામાયિક એ જિનશાસનની મહામહિમાશાલી વસ્તુ છે. તીર્થકરદેવેએ તેને આશ્રય લીધે હવે, ગણધર ભગવંતએ તેને આશ્રય લીધે હતા અને મહામના મુનિવરોએ પણ તેને આશ્રય લીધો હતે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારે ય વર્ગ માટે સામાયિક વિહિત મનાયું છે, કારણ કે તેના આરાધન–અનુષ્ઠાનથી જૈન ધર્મના ઉદ્દાત્ત સિદ્ધાંતે જીવનમાં ઉતરે છે, આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે અને ગસાધનામાં પ્રાણ પૂરાય છે. ખરેખર! સામાયિકને મહિમા અપાર છે.
નમસ્કાર-મંત્રને જિનશાસનને સાર કહેવામાં આવે છે અને તે ખરેખર ! જિનશાસનને સાર છે, પરંતુ એ નમસકાર-મંત્રને સાર સામાયિક છે. અમારું આ વિધાન કદાચ કોઈને નવાઈભરેલું કે વધારે પડતું લાગશે, પણ અમે આ વિધાન ખૂબ સમજી-વિચારીને કરી રહ્યા છીએ..