________________
સેવાપરાયણ સૌજન્યમૂર્તિ શ્રીમાનું ભાન કુમાર એમ. દોશીને
ટૂંક પરિચય ભાવનાથી જેમનું જીવન ભવ્ય બનેલું છે, દાનથી જેમનું જીવન દેદીપ્યમાન થયેલું છે અને વિચાર તથા સદાચાર વડે જેમના જીવનમાંથી અનેરી સૌરભ પ્રકટી રહી છે, એવા શ્રીમાન ભાનુકુમાર એમ. દોશીને ટૂંક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે.
જામનગરના વીશા શ્રીમાળી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં વિ. સં. ૧૯૮૬ ના જેઠ વદિ ૨, તા. ૧૩-૬-૩૦ ના રોજ શ્રી ભાનુકુમારનો જન્મ થયો. પિતાનું નામ મગનલાલ કાલીદાસ, માતાનું નામ અચરતબહેન. બે પુત્રીઓ પર તેમને જન્મ થયેલ હોઈ કુટુંબમાં અનેરા આનંદની લાગણી પ્રસરી હતી. તેમણે લાડકોડમાં ઉછરી જામનગરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તે પછી તેઓ મુંબઈ આવ્યા અને અંધેરી ભવન્સ કોલેજમાં દાખલ થઈ ઈન્ટર સાયન્સ સુધી પહોંચ્યા.
સને ૧૯૫૫માં તેમણે જામનગરના જ એક સંસ્કારી કુટુંબમાં ઉછરેલા શ્રી મૃદુલાબહેન સાથે પ્રભુતામાં પગલાં માંડવ્યાં અને તે જ સાલથી તેમણે જીવન વીમા કેરેશનના એજન્ટ તરીકે કામ કરવા માંડયું. બુદ્ધિકૌશલ્ય, લાગવગ તથા ગ્રાહક સાથેના વ્યવહારથી તેમણે આ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ કરી.
સને ૧૯૬૫ થી તેમણે મીનરલ્સ એટલે ખનીજના વ્યાપારમાં રસ લીધે અને ધીમે ધીમે બોક્ષાઇટના અગ્રગણ્ય વ્યાપારી તથા નિકાસકાર બન્યા. લગભગ આ જ અરસામાં તેમણે જયશ્રી ટેક્ષટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એજન્ટ તરીકે ઈલેકટ્રીક ઈસ્યુલેટર્સનું કામ કરવા માંડયું અને તેમાં પણ સારી એવી પ્રગતિ સાધી.