________________
૩૮
કયવનાશકનું સૌભાગ અને ચેલણા. બાકીની મેટી પચે તો પિત પિતાની ઇચ્છા પ્રમાણે પતિ ગોતી લઇને લગ્ન કરી લીધાં છે. હમણાં તે પિતાના સાસરે છે. ચેટકરાશે તે દરેકનાં લગ્ન પ્રસંગે અનહદ લક્ષ્મી ખરચી હતી. શૈશાલીવાસીઓએ શુભ ચિંતવ્યું હતું.
સોથી મેટી પુત્રી પ્રભાવતી વીજયનગરના રાજાને ત્યાં છે. બીજીનું નામ છે પદ્માવતી. તે છે ચંપાપુરીના રાજા દધિવાહનને ત્યાં. ત્રીજી મૃષાવતી કૌશંબીના શતાનિકનું કુળ શે ભાવે છે. જેથી છે શિવા. શિવા ઉજ્જયિનીના પ્રદ્યોતનને ત્યાં છે. પાંચમી પુત્રી નિગંઠ કુંડગ્રામના સત્તાધિશ રાજા નંદિવર્ધનને ત્યાં છે. તે પચે બહેને આજે દેશદેશમાં મહાસતીઓ તરીકે પંકાય છે.
બાકીની સુજયેષ્ઠા અને ચલણ કુંવારી છે. ચેટકરાજ તો પુત્રીઓના લગ્ન માટે ચિંતા જ કરતા નથી. તે તો કહે છે કે, એ બને આપે આપ જ પિતાને માર્ગ મેળવી લેશે.
સુચેષ્ટા અને ચેલણાની કાંતિ વિષે તો પૂછવું જ શું, શ્રેષ્ઠિવર્ય! શું તેમની મિષ્ટવામાં માધુર્ય ભર્યું છે ! પાણી પીએ છે ને તે મળામથિી ઊતરતું દેખાઈ આવે છે. જાણે પાર દશક દેહ! અહા ! જોઈએ ને અદેખાઈ આવે ! બ્રહ્માએ તેમને ઘડવામાં કેટલો સમય બગાડ હશે!
. મારા આજ સુધીના જીવનમાં મેં એવું સૌદર્ય કયાંય જોયું નથી. કદાચ જગતના કોઈ પણ માનવીએ જોયું નહિ હોય ! - એ બંને બહેને વર્ધમાન સ્વામીની અનુયાયી છે. સત્ય અને અહિંસા, એ બે એમના સિદ્ધાંતો છે.
ચેટરાજની બહેન ત્રિશલાદેવીના પુત્ર અને ચેટરાજની પુત્રી નિંગંઠના દિયર, એવા વધમાન સ્વામી પ્રત્યે તેમને અત્યંત ભાવ છે.
વધમાન સ્વામી કેશુ?—આ બૌદ્ધ ધર્મ વિરૂધ્ધનો ઘમ પ્રસરાવે છે તે એક યુવક વચ્ચે જ પ્રશ્ન કર્યો.
“અરે ભાઈ આમ ઉશ્કેરાઈ શા માટે જાય છે !