________________
૨૯૮
કવનાશેઠનું સૌભાગ્ય
, કુતપુ તે નવે જણાને ઓળખી લીધાં. તેણે મહામંત્રીને ઇશારતમાં સમજાવી દીધું. મહામંત્રીની દૃષ્ટિ પણ તે નવ જણ પર ઠરી.
નવે જણું બહાર જવાના દરવાજા તરફ વળ્યા કે તરત જ તેમની દષ્ટિ કૃતપુણ્યના બાવલા પર પડી. બધાંય આશ્ચર્ય પામ્યાં અને થંભીમર્યા. આ માણસ અહીં કયાંથી?
શેઠાણુએ પૂતળાને સત્ય–સછવને વ્યકિત નથી એમ માની લીધું. પણ તે સમજી ગયા કે જરૂર પિોતે ફસાઈ ગયા છે. ચારે વહુઓ પણ તે પૂતળાને જોઇને ખમચાઈ ગઈ. સાસુની આજ્ઞા હેવાથી તેમણે તે બાબતમાં વધુ પૂછવાનું સાહસ કર્યું નહિ.
પણ બાળકની જિજ્ઞાસાને અને તેમના નિર્દોષ બાળ૫ણને કાણું પહોંચી શક્યું છે ?
ચારે બાળકે તે પૂતળાને સજીવન વ્યકિત માની લઈને એકી સાથે બોલી ઊઠય: “માતાજી તમે તો કહેતાં હતાં કે અમારા પિતા ગુજરી ગયા છે. તો પછી તે અહીં કયાંથી આવ્યા?”
શેઠાણીએ એક છોકરાના મેએ હાથ મુ. પણ બાકીના ત્રણનાં મે કેવી રીતે બંધ કરી શકે ? તેમણે બધાની સામે ઘૂરકતી આંખે જોયું. છોકરાઓ આગળ કંઈપણ ન બોલતાં તેમની સાથે બહાર નીકળી ગયાં.
મહામંત્રીએ અને કતપુણે તે છોકરાઓના શબ્દો સાંભળ્યા હતા. મહામંત્રીને તપુરના શબ્દો પર વિશ્વાસ બેઠા હતા અને તેમાં પણ આ પ્રત્યક્ષ દાખલ તેમની નજર સામે બની ગયો. શબ્દો સ્પષ્ટ રીતે સાંભળ્યા હતા.
તેમણે તરત જ તેમની પાસે વેશ પરિવર્તન કરીને ઊભેલા તેમના એક સેવકને ઇશારત કરી. ત્યાં હાજર રહેલા તેમના અંગત સેવકને તેમણે સૂચના આપી રાખી હતી. તે સેવકને તે ઈશારત સમજતાં વાર લાગી નહિ.
તેણે શેઠાણીને પીછો પકડયો.