________________
: ૧૨:
શ્રદ્ધાને પ્રભાવ
ય નીલાલ કાનુનીને મિત્રી અને શ્રી બ્રાતૃચંદ્રસૂરિજીના
થડા પરંતુ મહત્વપૂર્ણ પરિચયે બહેચરદાસના જીવન
ન ઉપર ભારે અસર કરી અને એમની દ્વારા શરૂ થયેલી પ્રવૃત્તિઓ એમને માટે વધારે ને વધારે પ્રેરણાદાયી બનતી ગઈ.
એમના હૈયામાં એમાથી એક દિવસ એ ભાવના જાગી ઊઠીઃ “હું એક સારામાં સારો વકતા કયારે થઈશ ? હજારની માનવમેદનીને પિતાનાં પ્રવચનો દ્વારા કયારે મંત્રમુગ્ધ બનાવીશ ? રાજા મહારાજાઓ ને એના જ દરજજાની વ્યકિતઓ પ્રમુખપદે હોય અને એમની સભાઓને કુજાવનાર પ્રભાવશાળી વકતા હું કેવી રીતે બનું?”
આપણામાં કહેવત છે કે “મન હોય તો માળવે જવાય.” • Where there is a will, there is a way.'