________________
: ૯: દેહગામમાં
| હેચરદાસ સાઠંબા છેડી દેહગામ આવ્યા ત્યારે તેમનું
વય પંદર વર્ષનું હતું. બહેચરદાસને હવે સ્વાથી સગાઓને આધીન થવું પડ્યું. સંસારના ચિત્રવિચિત્ર રંગે લેવાની હવે શરૂઆત થઈ.
યદ્યપિ બહેચરદાસનું મુખ્ય રહેઠાણસાળમાં હતું, પરંતુ કયારેક બ્લેન વિહેણ બનેવીને ત્યાં હરખજીના મુવાડે રહેતા. અને કયારેક દેહગામમાં જ ફેઈનું ઘર હતું ત્યાં પણ જતા. માતાની માતા – દાદીમા હજુ જીવંત હતાં. દીકરીના દીકરા બહેચરદાસ ઉપર એમને પ્રેમ સારો હતો. પિતાથી લગભગ ત્રણ વર્ષ નાના મામા બુલાખીદાસ સાથે એમનો જીવ ખૂબ મળી ગયો હતો. એટલે માતા, પિતા, બહેન આદિના વિરહનું દુ:ખ ધીરે ધીરે અહિ ભૂલાવા લાગ્યું હતું.