________________
પરિશિષ્ટ ૧૩ મું
પર૩
બોટાને ઉત્તેજન આપો કે વેપારમાં કે ધંધામાં બીજાઓને છેતરપિંડી કરો -એ બધાની અસરથી કે એવા જીવનથી મુકત તમારું બાળક રહી શકે જ નહિ. બાળક એ દેશના ભવિષ્યનાં રત્નો છે, નાગરિકો છે, અગ્રણીઓ છે. એમની કિંમત વધારવી કે ઘટાડવી એ માતાના જ હાથની વાત છે-એ ન ભૂલશો.
જૈન શાસ્ત્રમાં તે માતાનું સ્થાન જેટલું ઊંચું આંકવામાં આવ્યું છે તેટલું ઊંચું સ્થાન જગતભરમાં કદાચ કઈ શાસ્ત્રમાં નહિ અંકાયું હોય. શાસ્ત્રમાં શું કહ્યું છે? કહ્યું છે કે દશ ઉપાધ્યાય બરાબર આચાર્ય છે. પૂજ્ય સે આચાર્ય બરાબર એક પિતા પૂજ્ય છે, ને એક હજાર પિતા બરાબર એક માતા પૂજ્ય છે. ગુરૂઓ કરતાં પણ અનેકગણું વધારે સ્થાન તમારૂં છે. પણ યાદ રાખજો કે પૂજાનું સ્થાન ગુણ છે. સાધુમાં સાધુત હોય, શિક્ષકમાં શિક્ષકના ગુણ હોય અને રાજા રાજવી ધર્મ આચરતો હોય તો જ તે પૂજ્ય છે.
સ્ત્રીઓમાં સ્ત્રીત્વને મહાન ગુણ શો હોવો જોઈએ? સતીત્વ. આ મહાન ગુણની રક્ષા અર્થે ઇતિહાસ કહે છે કે હજારો સ્ત્રીઓ જીવતા અગ્નિની ચિતા પર ચડી ગઈ છે. આજનો યુગ સતી થવાનું નથી, પણ તમે માતાઓ સતીત્વની રક્ષા અર્થે એવું શરીરબળ અને મને બળ કેળવજો કે કઈ પણ પરાયો પુરૂષ તમારી તરફ બૂરી નજરે જોવાની હિંમત પણ ન કરી શકે.
સતીત્વની રક્ષાઅર્થે એક પંજાબી બહેને શું કર્યું હતું તેની વાત કહું. હું કાશીમાં ભણતો હતો ત્યારની આ વાત છે.
એક પંજાબી બહેન દર્શનાર્થે કાશી વિશ્વનાથના મંદિરમાંની