________________
પરિશિષ્ટ ૮ મું
૪૯
સંસ્કૃતિની લગીર કે ઉપેક્ષા કર્યા વગર આપ નૂતન પ્રકાશ ઝીલી શકયા છો. નિજધર્મની વિશિષ્ઠ મર્યાદાઓનું રજભર પણ ઉલ્લંઘન કર્યા સિવાય આપ સર્વધર્મ સમભાવ અનુભવો છો, આચરે છે અને ઉધે પણ છો. પરંપરાગત રૂઢિઓ અને સનાતન ધર્મ એ બન્ને વચ્ચે રહેલે સૂક્ષ્મ ભેદ આપની કુશાગ્ર દષ્ટિએ નિહાળ્યો છે અને આપના ઉદાર આત્માએ ઓળખાવ્યો છે. એટલું તો આપના છેડા પણ પરિચયમાં આવનાર પ્રત્યેક જણ વિશ્વાસપૂર્વક કહી શકશે.
અને તેથી જ કરાચીમાં આપના અઢાર મહિનાના વસવાટ , દરમિયાન ભાગ્યે જ કોઈ એવી પ્રવૃત્તિ હશે, જેની પાછળ આપની મંગળ પ્રેરણા ન હોય. ભાગ્યે જ કોઈ એવું લેકહિતનું કાર્ય હશે, જેમાં આપને સહકાર ન હેય. સંકુચિત અર્થમાં જે વસ્તુને પૃથકજન ધર્મ સમજે છે, તેના જ કેવળ આચરણથી આપ સંતુષ્ટ રહ્યા નથી, આપને મન ધર્મ એ “જીવન છે અને જીવન’ એ જ ધર્મ છે.
આપશ્રીની તેમજ શ્રી જયનવિજ્યજીની છેલ્લી બિમારીના કારણે આવેલ શારીરિક નબળાઈને લીધે કરાચીથી કરછ સુધીના વિકટ પંથના પગપાળે બિહાર કરવામાં માત્ર અંતરાય રૂ૫ જ નહિ, પણ ડોકટરોના સ્પષ્ટ અભિપ્રાય મુજબ હાનિકારક છે, એમ જાણવા છતાં પણ વિહાર કરી જવાના આપના સંકલ્પમાં આપ દઢ છે, તે જાણું અમને ચિંતા થાય છે. અમે વિનવિએ છીએ કે આપના સંકલ્પને ફરીથી વિચારી લેશે અને બની શકે તે એકાદ વર્ષને માટે કરાચીની જનતાને આપની વિદ્વતા, વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતાને વિશેષ લાભ આપી કૃતાર્થ કરશો.
યદિ આપનો નિશ્ચય દર જ રહેશે અને આપ નિયત દિને વિહાર