________________
પરિશિષ્ટ ૭ મું
૪૮૯
વસ્તુ છે. શું ઉપર પ્રમાણેની કાયાપલટ થવામાં “હા-નાને સિદ્ધાંત સ્પષ્ટ નથી તરી આવતો ? ખરી રીતે તપાસીએ તે જૈન સમાજમાં અત્યર સુધીમાં જે જે ચર્ચાઓ લગભગ ઉપસ્થિત થઈ છે, એમાં “હા-ના” સિવાય બીજું કશું જોવાયું છે ? દેવદ્રવ્યની ચર્ચામાં જે મુનિમતંગજે પિતે સ્વમની ઉપજ સાધારણ ખાતામાં કે જ્ઞાનખાતામાં અનેક સ્થળે લેવરાવી બેઠા હતા, તે જ મહાત્માઓ બીજાની સામે વિરોધ કરવા વખતે “નહિ દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઇએ,’ એમ આગ્રહપૂર્વક કહેવા લાગ્યા હતા. કારણ? કારણ એ જ કે બીજાએ એ વાતનું પ્રતિપાદન કર્યું હતું !
એટલે આપણામાં ઘણી ચર્ચાઓ આવી જ જુદી જુદી પક્ષાપક્ષીની થાય છે. એનું જ એ કારણ છે કે જલદી એનો નિવેડો આવી આવી શકતો નથી.
ખરી વાત તો એ છે કે દરેકના હૃદયમાં સાચું તે મારું એ ભાવના હોવી જોઈએ. આવી મનોવૃત્તિ ન કેળવાય ત્યાં સુધી “ત્રિકાલાબાધિત અવિછિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસન” નું અનિચ્છનીય વાતાવરણ કયારે પણ શાન્ત ન થાય, એ વાત નિર્વિવાદ સિધ્ધ છે. માટે જે સાચી જ શાસનસેવાની ભાવના હોય, તે પક્ષાપક્ષીને છોડીને ગુણગ્રાહક બુદ્ધિ ઉત્પન્ન કરવી જોઈએ.