________________
પરિશિષ્ટ ધ મુ
૪૬૭
શુ સાધુએની સંખ્યાની વૃધ્ધિ એ જ ખરેખરી પ્રગતિ છે ? આજે વિચારવાનું એ છે કે આપણામાં કેટલા મુનિવરા એવા છે જે ર'ધર વિદ્વાન હોય, કેટલા મુનિવરા એવા છે જે બીજા ધર્માંના મુકામલામાં ઉભા રહી શકે ? કેટલા મુનિવરા એવા છે જે જગતના કાઇપણ ભાગમાં ધર્મોપ્રચાર કરવાની તૈયારી કરતા હોય ? છાતીએ હાથ મૂકીને જવાબ આપે। ! રાં નાના નાના ટબુડિયાઓને મુંડી મુંડીને સખ્યા વધારવી એ પ્રગતિ છે ?
જૈન સમાજમાં ઘેર ઘેર કલેશ છે. સ્ત્રી રામવિજયજીને માને છે, તે પુરૂષ વલ્લભવિજયજી પાસે જાય છે, અને ઘેર બન્ને જણા પેાતાના ગુરુ માટે લડે છે. આવાં નાટકા અત્યારે ઘેર ઘેર ભજવાય છે.
સાધુએ તમને દોરે, પેાતાની જાળમાં તમને ફસાવે, તમને કૂવામાં ઉતારે અને તમને નચાવે છતાં તમે ય વાણિયા તેા ખરા જ ને ! તમે પણ સાધુએના ગળામાં જાળ નાંખી છે. નહિ તે। ભ્રષ્ટ ગુલામેની માફક તમારા દેારાયા દ્વારાય ક્રમ ? નિર્ભય સાધુને! વેષ ધારણ કરવા છતાં બીજાઓના ગુલામ અને જ કેમ ?
આજે ઘણા સાધુએની શી હાલત છે ? સાધુઓનાં જ્ઞાનની દશા, ચારિત્રની દશા, અરે ! આખીએ મનેદશા આજે કેવી ક‘ગાલ છે ? અને 7 = રાનમય ન ચ વારમય ની વાતા કરનાર વાત વાતમાં ડરી જાય છે. સિદ્ધાંત શુ` અને તેને કેમ વળગી રહેવુ', તેને પણ ખ્યાલ નથી.
એ મુનિરાજો ! એ કંગાલ મનેદશાને દૂર કરવાને સમય શું હવે નથી આવી પહોંચ્યા ? તે હવે આળસ શાને ? આવેશ, આવેશ, ધારે। સહુ સાથે મળીને એ બાબતની વિચારણા કરીએ અને એ માટે દૃઢ નિશ્ચય કરીએ.