________________
વિચારસાગરનાં મોતી
સંગઠન એ રાષ્ટ્રની ઉન્નતિનું સૂત્ર છે. જુદા જુદા સંપ્રદાયના મહાત્માઓની જયંતીઓ સાથે મળીને ઉજવવાથી આપણી તાકાતો વધશે અને પરિણામે રાષ્ટ્રબળ વધશે.
જે સાધુઓ કંચન કામિનીના ફંદમાં ફસ્યા છે ત્યાગી નથી, તે ગુરૂ કહેવડાવવાને લાયક નથી.
જેના આત્માના ગુણો વિકસિત થયા છે તે ગુરૂ છે. પિતાનું અને પરનું હિત કરે: રાતદિન આત્મામાં રમણ કરે અને પોતાના ધ્યેયને પોંચવાનો પ્રયત્ન કરે તે સાધુ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો माध्नाति स्वपरहित कार्याणीति साधुः ।
ધર્મ એ જ સુખનું સાધન છે. સમસ્ત પ્રકારની વસ્તુઓ ધર્મથી પ્રાપ્ત થાય છે અને એટલા જ માટે જૈન સાધુઓ બીજો આશીર્વાદ ન આપતાં “ધર્મલાભ” એ આશીર્વાદ આપે છે.
મૂર્તિ ચાહે પત્થરની હોય કે માટીની, કાગળની હોય કે રંગની, * ગમે તેની હોય. તે મૂર્તિમાં મનુષ્ય જે વસ્તુનો આરોપ કરીને માને છે, તેની શ્રદ્ધા તેવા જ પ્રકારની થાય છે. કારણ કે ફળની પ્રાપ્તિનો આધાર હદયની સાચી ભાવના ઉપર છે–નહિ કે તે કાગળ કે પત્થર ઉપર.
સોનાની ખાણ ખોદતાં ખોદતાં જેમ એકલું સુવર્ણ નથી નીકળતું, પણ સુવર્ણ અને મારી બંને ભેગાં જ નીકળે છે અર્થાત સેનામાં માટી મિશ્રિત થયેલી હોય છે. તે પછી તેના પર પ્રયોગો થાય, શુદ્ધિ કરવામાં આવે ત્યારે મારી મારી રૂપ થાય છે અને તેનું સોના રૂપ થાય છે. આ રીતે આત્મા અને કર્મ અનાદિ કાળથી લાગેલાં છે.