________________
૪૧૦
ખંડ ૧૧ મે
અને એ જ કારણ છે કે ગમે તેવાં ચિંતાનાં-દુઃખનાં નિમિત્તો મળવા છતાં, તેઓ મસ્ત રહે છે. એ નિમિત્તોની અસર તેમના ઉપર બહુ જ ઓછી થાય છે.
સુખદુ:ખના પ્રસંગેની અસર જીવન ઉપર નહિ થવા દેવામાં તેમની એક બીજી વિચારસરણ પણ ખૂબ મદદ કરે છે. તેઓ કહે છે:
સંસારમાં જેટલી ઘટનાઓ બને છે, તે ત્રણ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. કેટલીક ઘટનાઓ એવી બને છે કે-જેના નિમિત્ત આપણે પોતે હોઈએ અર્થાત આપણે સ્વયં કરીએ છીએ. ઈચ્છાપૂર્વક-ઈરાદાપૂર્વક આપણે તે કાર્ય કર્યું, એટલે આપણે હસતા વદને એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. એમાં હાય-એય કરવાની કંઈ જરૂર નથી.
કેટલાંક કાર્યો લાચારીથી આપણે કરવાં પડે છે. ઈચ્છા નથી છતાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે મજબૂરીથી એ કાર્ય કરવું પડે છે. લાચારીથી જે કાર્ય કરવું પડે, એની પાછળ અફસોસ કે દુઃખ માનવાની જરૂર જ ન હોય.
છે અને કેટલાંક કાર્યો તો અકસ્માત બની જાય છે જેની કલ્પના પણ આપણને નથી હોતી. જે વસ્તુ કુદરતને આધીન છે એવી વસ્તુમાં દુઃખી થવાથી યે શો ફાયદો ?
મતલબ કે માણસ જે જીવનની ઘટનાઓ ઉપર વિચાર કરે, અને વિચારપૂર્વક આ ત્રણ વિભાગમાં વિભકત કરે, તે ગમે તેવા પ્રસંગમાં પણ દુઃખી થવાની જરૂર નથી જ.’
ખરી વાત એ છે કે, માણસ કમજોરીનું પૂતળું છે. અને