________________
૪૦૨
ખંડ ૧૦ મે
વિદ્યાવિજયજી જીવનનાં સાઠ વર્ષ પૂરાં કરી ચૂકયા છે. આ નિમિત્તે આખા ભારતવર્ષના ભિન્ન ભિન્ન શહેરના વિદ્યાવિજયજીના જૈન તેમજ જૈનેતર ભક્તોએ હીરક મહેત્સવ ઉજવવાને નિર્ણય કર્યો છે અને એને માટે શિવપુરીના કલેકટર શ્રી. વામનરાવ સાહેબ સૂર્યવંશીના પ્રમુખપદે એક સમિતિ નિમાયેલી છે.
આ સમિતિની વિનંતિને માન આપી ગ્વાલીયરના શ્રીમંત મહારાજા સાહેબે આ હીરક મહોત્સવના સંરક્ષક’ પદને પણ સ્વીકાર કર્યો છે.
વિદ્યાવિજયજીની સાચી સાધુતા, અને સચ્ચરિત્રના પરિણામે જ આવા મોટા રાજા-મહારાજાઓ, વિદ્વાન, શ્રીમંતે, ગરીબ સર્વ કઈ એમના પ્રત્યે શ્રદ્ધાભર્યો ભકિતભાવ દાખવે છે.
વિદ્યાવિજયજી આ સંસ્થાના ઉત્કર્ષ માટે હજુ પણ ઘણી ઊંચી ભાવનાઓ સેવી રહ્યા છે. આ સંસ્થાને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાનું એક અદ્વિતિય કેન્દ્ર બનાવવાની તેમની ઉત્કંઠા છે-અભિલાષા છે અને તે માટે તેઓ અત્યંત પરિશ્રમ લઈ રહ્યા છેઃ
જેની ઉરગંગામાં અમૃત નિર્મળ નેહનાં, જેનો મુખસાગર ગરજે પળપળ પ્રભુ ગાન; જેને આત્મા આતસ જેવો પાક બને સદા,
જેનું જીવન રક, પરંતુ વિચાર મહાન. આવા પુણ્ય પુરૂષ મુનિરાજ વિદ્યાવિજ્યજીએ પોતાની સેવાઓ દ્વારા પોતાનાં જીવતરને ધન્ય બનાવ્યું છે.
* કવિવર ખબરદાર