________________
ભુજમાં ચાતુર્માસ
૩૪૫
હું તે વંડામાં જ ભાષણ કરીશ. પહેલાં સવા માસ રહી ગયો ત્યારે પણ વંડામાં જ મેં પ્રવચનો કર્યા હતાં ને ?”
ડોસીમાએ કડક થઈને કહ્યું : “ના, એમ ન થાય ! મુનિરાજે જવાબ આપ્યો :
મા ! થાય કે ન થાય એ તો મારે મારા ગુરૂને પૂછવાનું રહ્યું તમારે આ બાબતમાં કંઈ કહેવાની જરૂર નથી.’
અને એટલું સાંભળતાં જ લાકડી ટેકતાં ટેકતાં અને બડબડાટ કરતાં કરતાં ડેસીમા રવાના થયાં.
પાછળથી મુનિરાજને જાણ થઈ કે આ માજી અને એમની બીજી ત્રણેક મદદનીશ સ્ત્રીઓ ભૂજમાં જ્યારે કોઈ તપાગચ્છના સાધુ ચોમાસુ કરે . છે ત્યારે તેઓ પોતાનો કડબ જમાવી દે છે જેથી કોઈ પણ સાધુ એમના વિચારથી જરાયે આ પાછો ન થાય. વધારેમાં તે મુનિરાજને એ પણ જાણવા મળ્યું કે તપાગચ્છને ખાસ ખાસ અગ્રેસર શ્રાવકે પણ આ ડોશીમા અને એમની ચેલીઓ ની મરજી જાળવીને જ બધું કરે છે. આ વખતે પણ તપાગચ્છના કેટલાક શ્રાવકે આ “નારીવૃંદના વિચારોને ચક્રાવે ચડ્યા અને વ્યાખ્યાન વંડામાં ન થાય તો સારૂ એવી ઈચ્છા એમણે પણ વ્યક્ત કરી.
શ્રી વિદ્યાવિજયજી જાણતા હતા કે આ લેકે વંડામાં વ્યાખ્યાન શા માટે નથી ચાહતા ? મુખ્ય કારણ તો એ હતાં કે જૈન સાધુ ઉપાશ્રયની ચાર દિવાલથી બહાર વ્યાખ્યાન આપી જ ન શકે, એવી એમની માન્યતા અને બીજુ એ કે વંડા જેવા પ્રસિદ્ધ સ્થાનમાં વ્યાખ્યાન થાય, તે