________________
જન્મ
20) જથી સાઠ વર્ષ પહેલાંનો એ સમય હતો. તે વખતે
* ભારતવર્ષમાં આજની રાષ્ટ્રીયતાનો જુવાળ નહોતો આવ્યો. મૈયા ભારતીનાં બંધન છોડાવનાર એક સાધુ પુરૂષે જન્મ ધારણ કરે તેર ચૌદ વર્ષ થઈ ચૂક્યાં હતાં, છતાં તે વખતે કોઈને સ્વને એ ખ્યાલ ન હતો કે એ પુણ્ય પુરૂષના પ્રતાપે આજથી સાઠ વર્ષ પછી ભારત વર્ષ ગુલામીની શૃંખલાઓથી મુક્ત થશે ! દેશનું સામાજિક વાતાવરણ પણ એવી જ ગુલામી દશા ભોગવતું હતું. અને ધાર્મિક અરાજક્તા તો દેશમાં સૈકાઓથી જ ચાલી રહી હતી. એ સમયે વિ. સં. ૧૯૪૭ના આશ્વિન વદ ચોથને દિવસે મહીકાંઠાના મહિમાવંતા પ્રદેશમાં આવેલા સાઠંબા નામના ગામમાં આજના આપણા ચરિત્રનાયક મુનિરાજ શ્રી વિધાવિયજીને જન્મ દશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં થયો હતો. એમનું મૂળ નામ તો બહેચરદાસ. એમના પિતાજીનું નામ અમથાલાલ અને માતાજીનું નામ પરસનબાઈ.
મુ. ૧