________________
વિદ્યાર્થી પરિષદ
૩૪૧
-વેગ મળે તે દૃષ્ટિએ એમણે વિનતિને સ્વીકાર કર્યો. અને આ મી જીને સવારે આઠ વાગે ભૂજ મુકામે આવી પહેોંચ્યા.
મુનિરાજ । દૃષ્ટા છે, નાની છે, ધર્માંચાય છે. આજે અનેક શિષ્યાનાં વૃંદા એમની ધર્મભાવના, અને જ્ઞાનને લાભ લઇ રહ્યાં છે. પેાતે ગુરૂપદે હોવા છતાં પેાતાની જાતને એક વિદ્યાથી માને છે.
અને જગતની નિશાળના વિદ્યાર્થી તરીકે આવા મહાજ્ઞાની પુરૂષ પોતાનુ જીવન ગાળે એ ઓછા ગૌરવની વાત છે? એમાં જ જ્ઞાનીનાં જ્ઞાનની, ધ પુરૂષના ધમ ની મહત્તા છે.
અને મુનિરાજને વિદ્યા પ્રત્યે ખૂબ આદર છતાં મુનિરાજ જાણતાં કે વિદ્યાથી એના ઉત્સાડમાં ભરતી આવતાં યે વાર નડુ અને એટ આવતાં યે વાર નિહ.
શિસ્તાનના ગુણ દરેક વિદ્યાર્થી માં હોવા ોઇએ તેને અભાવ મેાટા ભાગના વિદ્યાર્થી એમાં જોવામાં આવે છે.
આ વાત ભૂજ આવતાં જ મુનિરાજના જાણવામાં આવી. વિદ્યાથી ઓની વચમાં મતભેદો પડયા છે અને એને અંગે વિદ્યાથી પરિષ્ઠનું શુભ પરિણામ આવે એવા સંભવ ન હતા.
બપોરે ત્રણ વાગે સંમેલનની શરૂઆત ભુજ વિદ્યાર્થી સંઘન આશ્રય નીચે થનાર હતી. આ સંઘની સામે વિદ્યાર્થી એની બીજી એક સંસ્થાએ મે।રચા માંડયા હતા. અને આ બંને સંસ્થાઓ વચ્ચે ઘણુ ઊભું કરનાર વળી ત્રીજી જ મ`ડળી હતી. એ નારદમુનિનું કામ કરતી - તેને લડાવી મારવાનું.