________________
૩૬૨
ખંડ - મો.
ભૂજમાં મુનિરાજનાં પગલાં પડે માત્ર એક જ દિન થયા હતા. બીજે દહાડે કરછ રાજ્યના ખાનગી ખાતાના વડા અમલદાર શ્રી હીરાચંદ સંઘવી દ્વારા શ્રી વિજયરાજજી સાહેબે મુલાકાત માટે મુનિરાજને નિમંત્ર્યા. અને તા. ૩૧ મી જાન્યુઆરીના રોજ મુનિરાજને એમની મુલાકાત થઈ. શ્રી વિજયરાજજીએ એક કલાક જ્ઞાનચર્ચા કરી અને ત્યાં જ આગામી ચોમાસું ભૂજ ખાતે જ કરવાની વિનંતિ કરી-આહ કર્યો.
ભૂજની આવી પરિસ્થિતિ દરમિયાન મુનિરાજ વિદ્યાવિજયજીએ શ્રી મોહનવિજયજીના સમાગમને પણ લાભ લીધે.
કરાચીમાં એમણે પોતાના શિષ્ય પૂર્ણાનંદવિજયને દીક્ષા આપી હતી.
તાઃ ૬ ઠી માર્ચ ૧૯૪૦ના રોજ જન સંઘની સારી ધામધૂમ સાથે પૂર્ણાનંદવિજયજીને વડી દીક્ષા આપવામાં આવી.
ભૂજમાં ચાતુર્માસ કરવાનું તો નકકી થયું હતું. ચાતુર્માસ બેસવાને હજુ વાર હતી. એટલે એ સમય કચ્છનાં બીજાં ગામોમાં વિચરવાનો વિચાર મુનિરાજે કર્યો.
પણ ભૂજનાં ત્રણ જાણીતાં વ્યાયામમંદિરોએ મુનિરાજનો લાભ લેવાનું નકકી કરી એમનાં પ્રવચને ગેહવ્યાં. ઘેર બેઠા આવેલી ગંગામાં સ્નાન કરી પાવન થવાનું–અને એ રીતે પુણ્ય મેળવવાનું કાણુ ચૂકે?
અને મુનિરાજના ભુજના નિવાસ દરમિયાન એમના મંત્રી તરીકેનું કાર્ય માસ્તર રામસિંહજી કાનજી રાઠોડે સંભાળી લીધું હતું.